એવું કહેવાય છે કે કળાને બધા ઓળખી શકતા નથી અને તેની પ્રશંસા કરી શકતા નથી. તમે જોયું હશે કે, ઘણીવાર કેટલીક કળાના પ્રદર્શનોમાં કરોડો રૂપિયામાં હરાજી થાય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે જે કેળું 40 રૂપિયા પ્રતિ ડઝનમાં મળે છે, તેની કલાના નામે 16 કરોડ રૂપિયામાં હરાજી થશે. હા, સોથબી 1.5 મિલિયન પાઉન્ડમાં દિવાલ પર ટેપ કરેલા કેળાની હરાજી કરી રહી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
તમને જણાવી દઈએ કે આના કારણે લોકોમાં એટલો વિવાદ અને ઉથલપાથલ મચી ગઈ હતો કે 2019ના પ્રદર્શનના અંત પહેલા જ તેને હટાવવી પડ્યું હતું. અત્યારે, સોથબી તેને ફરીથી પ્રદર્શનમાં લાવી રહ્યું છે અને તેની કિંમત 1થી 1.5 મિલિયન પાઉન્ડની વચ્ચે હશે. ચાલો તેના વિશે જાણીએ.
સોથેબીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક પ્રદર્શનની તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. મ્યુઝિયમના કામદારો આ અનોખા કેળાને તૈયાર કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે હવે તેને ન્યુયોર્કમાં 8થી 20 નવેમ્બર દરમિયાન યોજાનાર જાહેર પ્રદર્શનમાં પરત લાવવામાં આવી રહ્યું છે.
આ વખતે આ માસ્ટરપીસ ફરી એક્ઝિબિશન માટે લાવવામાં આવી રહ્યું છે પરંતુ આ વખતે એક અલગ જ ટ્વિસ્ટ છે. આ આર્ટ પીસ ખરીદનાર કેળાને ખરીદશે નહીં, પરંતુ તેને ફરીથી કેવી રીતે બનાવવું તે શીખશે. આ હરાજીના વિજેતાને ઓફિશિયલ પ્રમાણપત્ર આપવામાં આવશે. જે તેને પ્રદર્શિત કરવાનો અધિકાર આપશે. તેઓને ડક્ટ ટેપનો રોલ અને કેળા પણ પ્રાપ્ત થશે. જે ગેલપરિન કહે છે કે જો જરૂર હોય તો બદલી શકાય છે.
આર્ટવર્ક નવેમ્બરમાં નાઉ એન્ડ કન્ટેમ્પરરી ઇવનિંગ ઓક્શનના ભાગ રૂપે બતાવવામાં આવશે. જે અંતર્ગત લંડન, પેરિસ, મિલાન, હોંગકોંગ, દુબઈ, તાઈપેઈ, ટોક્યો અને લોસ એન્જલસ સહિતના મોટા શહેરોમાં 20 નવેમ્બર સુધી હરાજી પ્રદર્શિત કરવામાં આવશે.
પ્રદર્શનની તારીખોમાં ન્યૂયોર્ક – 28 ઓક્ટોબરે, લંડન – 29 ઓક્ટોબરે, પેરિસ – 30 ઓક્ટોબરે, મિલાન – 31 ઓક્ટોબરે, હોંગકોંગ – 1 નવેમ્બરે, દુબઈ – 4 નવેમ્બરે, તાઈપેઈ – 5 નવેમ્બેર, ટોક્યો – 6 નવેમ્બરે, લોસ એન્જલસ – 7 નવેમ્બર થશે.આ એક્ઝિબિશન ન્યૂયોર્કથી શરૂ થઈને ન્યૂયોર્કમાં સમાપ્ત થઈ રહ્યું છે.