Aaj Nu Rashifal, October 22 , 2224:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 22 ઓક્ટોબર મંગળવારે વિક્રમ સંવત 2280ના આસો વદની છઠ તિથિ છે. તો ચંદ્રરાશિ મિથુન અને રાહુ કાળ બપોરે 15.30થી 16.00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે આર્થિક રીતે ક્યાંક ફસાયેલા હોવ તો બહાર આવવાનો માર્ગ મળતો જણાય, કળ થી કામ લેવું અને ઋતુગત બીમારીથી સાચવવું.
વૃષભ (Taurus)
લોભને થોભ ન હોય રાખી નિર્ણય લેવો, વિવાદથી અંતર જાળવવું અને આધ્યાત્મિકક્ષેત્રે દિવસ પસાર થાય.
મિથુન (Gemini)
લાભદાયક પગલાં લેવાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય અને પારિવારિક પ્રશ્નોનો નિકાલ જણાય.
કર્ક (Cancer)
પ્રિયજનને મળવાનું સંભવ બને, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય અને યજ્ઞ યાગાદિનું આયોજન સંભવ.
સિંહ (Leo)
કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, નાણાકીય વ્યય વધારે જણાય તથા પર્યટન સંભવ બને.
કન્યા (Virgo)
નવી તકનું નિર્માણ સંભવ થાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી અને અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવી દે તેવી શક્યતાઓ.
તુલા (Libra)
કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, પર્યટનમાં સચેત રહેવું અને સામાજિક કાર્યોમાં બરકત જણાય.
વૃશ્ચિક (Scorpio)
સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે તેમજ ઋતુગત બીમારીથી સાચવવું.
ધન (Sagittarius)
મન પ્રસન્નતાથી ભરપૂર જણાય, કોઈ નવા નિર્ણયો લઈ શકાય તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
મકર (Capricorn)
તકરારી કાર્યોથી દુર રહેવું હિતાવહ, દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સંભવ તથા આરોગ્ય સારું જણાય.
કુંભ (Aquarius)
જરૂરિયાતમંદની મદદ કરવી , વેપારમાં ભાગીદારીથી લાભ જણાય તેમજ દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધારે જણાય.
મીન (Pisces)
નાણાકીય સ્થિતિ બે પાંદડે થતી જણાય, ધારેલું કાર્ય આગળ વધતું જણાય તેમજ સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.