Gujarat24  /  Religion  /  

રાશિફળઃ આ રાશિના જાતકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 10, 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 10 ઓક્ટોબર ગુરુવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની સાતમ તિથિ છે. તો ચંદ્રરાશિ ધન અને રાહુ કાળ બપોરે 13.30થી 15.00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે આર્થિક મર્યાદા જાળવવી, સામાજિક કાર્યો સફળતાપૂર્વક પૂરા થાય અને માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બને.

વૃષભ (Taurus)

ધારેલું કામ સફળ થતું જણાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ અને આવકની ચિંતા જણાય.

મિથુન (Gemini)

આર્થિક પ્રશ્નોમાં આશાનું કિરણ દેખાય, અંગત સંબંધમાં મધુરતા જળવાય અને ગેરસમજ ટાળીને મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી

કર્ક (Cancer)

મનનાં મનોરથ પૂર્ણ થતાં જણાય, વિરોધીઓ સામે પ્રગતિ અનુભવાય અને જીવનસાથીનો સહયોગ મળી રહે.

સિંહ (Leo)

આર્થિક માર્ગદર્શન મળે, અટકેલું કાર્ય પૂર્ણ થતું જણાય સાથે જ સાંજ સુધીમાં સારા સમાચાર મળે તેવી સંભાવના.

કન્યા (Virgo)

રોકાયેલું કાર્ય કોઈની મદદથી પૂરું થશે, આવકમાં વધારો જણાય અને પારિવારિક વિવાદ ટાળવો હિતાવહ રહે.

તુલા (Libra)

મુશ્કેલીમાં રાહત જણાય, વેપારમાં અણધાર્યા લાભની સંભાવના અને આખો દિવસ શારીરિક ઊર્જા સારી રહે.

વૃશ્રિક (Scorpio)

અગત્યની કામગીરી આગળ વધે, આર્થિક બાબતે વિચારપૂર્વક પગલું ભરવું અને વાદ-વિવાદનો અંત આવે.

ધન (Sagittarius)

આર્થિક પ્રગતિનો માર્ગ ખુલે, સામાજિક સંબંધોમાં મીઠાશ અનુભવાય અને નાણાકીય લેવડ – દેવડ વિવેકથી કરવી લાભદાયી રહે.

મકર (Capricorn)

સમજદારીપૂર્વક કાર્ય કરવું, પારિવારિક અવરોધો દૂર થશે અને તમારા દિવસમા સત્કાર્યનો લહાવો મળે.

કુંભ (Aquarius)

સમસ્યાઓને ધીરજથી ઉકેલવી, પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય અને વિચારો પર અંકુશ રાખવો.

મીન (Pisces)

કાર્યક્ષેત્રમાં નવી તક જણાય, વિચારો પોઝિટિવ રાખવા સાથે જ મનમાં ઘડેલી યોજનાને અમલમાં મૂકી શકાય.