રાશિફળઃ આ રાશિના જાતકોના આકસ્મિક ખર્ચાઓથી બચવું, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 11 , 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 11 ઓક્ટોબર શુક્રવાર વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની આઠમ તિથિ છે. તો ચંદ્રરાશિ ધન અને રાહુ કાળ સવારે 10:40થી 12:07 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે આકસ્મિક ખર્ચાઓથી સાચવવું, કાર્ય ફળ ધર્યા કરતા ઓછુ મળતું જણાય તથા પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે.

વૃષભ (Taurus)

આપની આર્થિક મુંઝવણ દૂર થતી જણાય, વ્યક્તિગત સંબંધોમાં સાચવીને ચાલવું તથા કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.

મિથુન (Gemini)

વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય તથા પ્રવાસનું આયોજન સંભવ.

કર્ક (Cancer)

મહત્વની બાબતો નિવારાય, દિવસની શરૂવાત કોઈ સારા સમાચારથી સંભવ બને અને આરોગ્ય સાચવવું.

સિંહ (Leo)

અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય, ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી સાથે જ માંગલિક કાર્ય આગળ વધે.

કન્યા (Virgo)

આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, વિચાર પૂર્વક કાર્ય કરવું અને વિચારો સકારાત્મક રાખવા.

તુલા (Libra)

ધીરજના ફળ મીઠાએ ધ્યાનમાં રાખીને આગળ વધવું, નાણાકીય નવો માર્ગ જણાય તથા પારિવારિક સુગમતા જળવાઈ રહે.

વૃશ્રિક (Scorpio)

સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, વ્યવહાર સાચવીને કરવો તથા પારિવારિક વિવાદથી સંભાળવું.

ધન (Sagittarius)

નકારાત્‍મક વિચારો ત્યજી આગળ વધવું, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય સાથે જ નમ્ર વ્યવહાર રાખવો.

મકર (Capricorn)

સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, કૌટુંબિક તણાવનો અંત જણાય તથા નાણાકીય ભીડ હળવી થતી જણાય.

કુંભ (Aquarius)

લાભકારક તક આવતી જણાય, કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.

મીન (Pisces)

સંબંધો બગડે નહીં તે સાચવવું, માંગલિક કાર્યોમાં ગણેશ મંડાય તેમજ વ્યવહારિક સફળતા મળતી જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *