Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ, ચતુર્થ સ્કંધ વિસર્ગલીલા ભગવાનનો ડાબો બાહુ, નર નારાયણ અવતાર, વીરભદ્ર દ્વારા દક્ષના યજ્ઞનો નાશ, શિવનું વરદાન દક્ષને પુનર્જીવન, બધા દેવો દ્વારા શિવની સ્તુતિ, અર્થ પ્રકરણ ધ્રુવ મહારાજનું વનગમન, નારદનો ઉપદેશ, મધુવનમાં ભગવત પ્રાપ્તિ, ધ્રુવને અચલ પદની પ્રાપ્તિ, પૃથુ ચરિત્ર, સનત્કુમારો દ્વારા પૃથુને જ્ઞાન ઉપદેશ, મોક્ષ પ્રકરણ પ્રચેતાઓ દ્વારા રુદ્ર ગીતા, પ્રાચીન બર્હી અને નારદનો સંવાદ, પુરંજન આખ્યાન, પ્રચેતાઓનો ગૃહ ત્યાગ નારદનો ઉપદેશ અને ભગવત્સાયુંજય‌.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

શ્રીમદ્ ભાગવતજી એ કૃષ્ણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને પિતૃપક્ષમાં તેને શ્રાવણ કરવાનું માહાત્મ્ય અલોકિક શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે.