Gujarat24

CA ઈન્ટર પરિણામમાં અમદાવાદનો ડંકો: ટોપ 50માં શહેરના 3 તેજસ્વી સિતારા!

Share On :

CA Intermediate Result 2026

Ahmedabad CA Toppers: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (Institute of Chartered Accountants of India – ICAI) દ્વારા સીએ ઇન્ટરમીડિયેટ (CA Intermediate) મે 2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં અમદાવાદના (Ahmedabad) વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને સમગ્ર દેશમાં શહેરનું નામ રોશન કર્યું છે. અમદાવાદના (Ahmedabad) ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 50માં સ્થાન મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

દેશ અને અમદાવાદનું પરિણામ એક નજરે
આ વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે (All India Level) બંને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 8.47% રહી છે, જ્યારે માત્ર ગ્રુપ 1માં 10.25% અને ગ્રુપ 2માં 16.11% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ બ્રાન્ચનું (Ahmedabad Branch) પરિણામ પણ પ્રોત્સાહક રહ્યું છે. અહીં બંને ગ્રુપનું પરિણામ 6.55% આવ્યું છે, જ્યારે ગ્રુપ 1માં 9.09% અને ગ્રુપ 2માં 21.90% વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે કે, અગાઉ જાન્યુઆરીમાં અમદાવાદનું બંને ગ્રુપનું પરિણામ 13.19% હતું, જેની સરખામણીએ આ વખતે પરિણામ નીચું આવ્યું હોવા છતાં વિદ્યાર્થીઓએ રેન્ક મેળવવામાં સફળતા મેળવી છે.

ત્રીજી પેઢીના સીએ બનશે મોક્ષ રાઠોડ (Mokhsh Rathod) – ઓલ ઇન્ડિયા 5મો રેન્ક
અમદાવાદના (Ahmedabad) મોક્ષ ભાવેશ રાઠોડે (Mokhsh Bhavesh Rathod) દેશભરમાં 5મો રેન્ક મેળવ્યો છે. ફાઉન્ડેશનમાં (CA Foundation) 8મો રેન્ક મેળવનાર મોક્ષે જણાવ્યું કે, તેણે જે.કે. શાહ ક્લાસીસમાં (J.K. Shah Classes) વહેલા જોડાઈને રોજનું રોજ રિવિઝન કર્યું હતું. છેલ્લા ત્રણ મહિના લાઈબ્રેરીમાં (Library) 8થી 10 કલાક સેલ્ફ સ્ટડી (Self Study) કરી હતી. તેના દાદા અને પપ્પા બંને સીએ (CA) છે, જેથી તે પરિવારની ત્રીજી પેઢીનો સીએ બનશે. તેનો ભાઈ ગૂગલમાં (Google) જોડાવા જઈ રહ્યો છે. મોક્ષ હવે બિગ ફોર (Big Four) કંપનીમાં મર્જર એન્ડ એક્વિઝિશન (Mergers and Acquisitions) ફિલ્ડમાં આર્ટિકલશિપ (Articleship) કરવા માંગે છે.

સ્તુતિ ગોયન્કાએ (Stuti Goenka) મેળવ્યો 10મો રેન્ક, 12 કલાકની શિસ્તબદ્ધ મહેનત
શહેરની સ્તુતિ મહેશ ગોયન્કાએ (Stuti Mahesh Goenka) 484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 10મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. સ્તુતિએ જણાવ્યું કે આ સફળતા પાછળ દરરોજ 10થી 12 કલાકની શિસ્તબદ્ધ મહેનત અને પરિવારનો મોટો સપોર્ટ છે. પરીક્ષાના છેલ્લા મહિનાઓમાં તેણે ફેમિલી ફંક્શન્સ છોડી દીધા હતા. હવે તેનું લક્ષ્ય પણ ‘બિગ ફોર’ (Big Four) કંપનીમાંથી આર્ટિકલશિપ (Articleship) કરીને ટેક્સ અથવા ફાઇનાન્સ (Finance) ક્ષેત્રે નિષ્ણાત બનવાનું છે.

કારીગરીના વ્યવસાય સાથે જોડાયેલા પિતાના પુત્ર કનૈયા શર્માનો (Kanaiya Sharma) 40મો રેન્ક
અમદાવાદના (Ahmedabad) શર્મા કનૈયા દેવેન્દ્રભાઈએ (Sharma Kanaiya Devendrabhai) ઓલ ઇન્ડિયા લેવલે 40મો રેન્ક મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. કનૈયાના પિતા વુડન ટેમ્પલ પોલિશ કરવાનો (Wooden Temple Polish) વ્યવસાય કરે છે. કનૈયાએ રોજના 8થી 10 કલાક ફિક્સ ટાઈમટેબલ સાથે મહેનત કરી, મિત્રો અને તહેવારોનો ત્યાગ કરીને આ સિદ્ધિ મેળવી છે.