Gujarat24  /  Entertainment  /  

દીપિકા પાદુકોણને ફિલ્મ સ્પિરિટ માટે તેના પતિ કરતાં વધુ ફી ચૂકવાશે, જાણો પ્રભાસ સાથેની ફિલ્મમાં કેટલા રૂપિયા મળશે.

દીપિકા પદુકોણને તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ સ્પિરિટમાં સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ માટે તેને અત્યાર સુધીની કારકિર્દીમાં આ ફિલ્મ બદલ સૌથી વધુ ફી 20 કરોડ રૂપિયા જેટલી તગડી ફી આપવામાં આવી છે. હાલ રણવીર સિંહને પણ મળતી ફી કરતાં આ રકમ વધારે છે.અગાઉ પ્રિયંકા ચોપરાએ રાજામૌલીની મહેશબાબુ સાથેની ફિલ્મ માટે 30 કરોડની ફી મેળવી હોવાના અહેવાલો હતા. માતા બન્યા પછી દીપિકા બ્રેક પર હતી અને હવે તે એક પછી એક ફિલ્મો સાઈન કરી રહી છે. તેની આગામી ફિલ્મમાં શાહરુખ ખાન સાથેની કિંગનો પણ સમાવેશ થાય છે.