Gujarat24

IPL 2026 વિજેતા મળી ગયો! ‘બાપુ’ અક્ષર પટેલની મોટી ભવિષ્યવાણી! RCB કે GT નહીં… આ ટીમ બનશે IPL ચેમ્પિયન!

Share On :

IPL Winner Prediction

IPL Playoffs: આઈપીએલ 2026 (IPL 2026) હવે તેના રોમાંચક વળાંક પર પહોંચી ચુકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)… આ એ 4 ટીમો છે જેમણે આ વર્ષે પ્લેઓફ (Playoffs) માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. હવે ક્રિકેટ ફેન્સના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે, આ 4 મજબૂત ટીમોમાંથી કઈ ટીમ બાજી મારશે અને 31 મેના રોજ આઈપીએલની ચમકતી ટ્રોફી પોતાના નામે કરશે? આ સવાલનો અસલી જવાબ તો ફાઈનલના દિવસે જ મળશે, પરંતુ તે પહેલાં વિજેતા ટીમના નામને લઈને એક બહુ મોટી ભવિષ્યવાણી સામે આવી છે.

કોણે કરી આ મોટી ભવિષ્યવાણી?
આ ભવિષ્યવાણી કોઈ સાધુ-સંત કે જ્યોતિષીએ નથી કરી, પરંતુ ભારતીય ક્રિકેટના ‘બાપુ’ તરીકે ઓળખાતા સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) દ્વારા કરવામાં આવી છે. આઈપીએલ 2026 ના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયેલી ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કેપ્ટન અક્ષર પટેલને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે દિલ્હીની છેલ્લી ગ્રુપ મેચ પૂરી થયા બાદ તેમને આ વર્ષના સંભવિત વિજેતા વિશે પૂછવામાં આવ્યું હતું.

અક્ષર પટેલની નજરમાં SRH બનશે વિજેતા
મેચ પૂરી થયા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન (Post-Match Presentation) દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર મુરલી કાર્તિક (Muralis Kartik) એ અક્ષર પટેલને પૂછ્યું કે, તેઓ આ સીઝનમાં તમામ 4 પ્લેઓફ ટીમો સામે રમી ચૂક્યા છે, તો તેમના મતે કઈ ટીમ આ વખતે ખિતાબ જીતવાની સૌથી પ્રબળ દાવેદાર છે? આ સવાલના જવાબમાં અક્ષર પટેલે જરાય અચકાયા વિના સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નું નામ લીધું હતું.

SRH ને ચેમ્પિયન બતાવવા પાછળનું ખતરનાક કારણ
અક્ષર પટેલે પોતાના અનુભવના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદને માત્ર વિજેતા જ નથી જાહેર કરી, પરંતુ તેની પાછળનું એક અત્યંત ખતરનાક કારણ પણ જણાવ્યું છે. અક્ષરે વિરોધી ટીમોને ચેતવતા કહ્યું કે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના ટોપ થ્રી (Top Three) એટલે કે પ્રથમ ત્રણ બેટ્સમેનો રન બનાવવાનું શરૂ કરે છે, ત્યારે તે બેટિંગ લાઇન-અપને રોકવી કોઈપણ બોલિંગ એટેક માટે અશક્ય બની જાય છે. તેમનો આ વિસ્ફોટક અંદાજ જ તેમને સૌથી ખતરનાક ટીમ બનાવે છે.

ઈતિહાસ અને આંકડા પણ ભવિષ્યવાણીની સાથે
અક્ષર પટેલના આ દાવાને આઈપીએલના ઇતિહાસના આંકડા પણ જોરદાર સમર્થન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક રસપ્રદ ફેક્ટ ચર્ચામાં છે. આઈપીએલમાં પ્લેઓફ ફોર્મેટ આવ્યા પછી, અત્યાર સુધીના ઈતિહાસમાં માત્ર એક જ વાર એવું બન્યું છે જ્યારે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 (Top-2) થી બહાર રહેવા છતાં કોઈ ટીમે ટ્રોફી જીતી હોય, અને તે ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ જ હતી. ‘ઓરેન્જ આર્મી’ (Orange Army) તરીકે જાણીતી આ ટીમે વર્ષ 2016માં આ અદ્ભુત કરિશ્મા કરી બતાવ્યો હતો.

શું 10 વર્ષ પછી ફરી ઈતિહાસ દોહરાવાશે?
હવે જોવાનું એ રહેશે કે શું સનરાઇઝર્સ હૈદરાબાદ 10 વર્ષ પછી ફરીથી એ જ ચમત્કાર દોહરાવી શકશે? આમાં એક અદ્ભુત સંયોગ એ પણ છે કે, વર્ષ 2016માં જ્યારે SRH ચેમ્પિયન બન્યું ત્યારે ટીમના કપ્તાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (David Warner) હતા, અને આ વર્ષે એટલે કે 2026માં પણ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાના જ સ્ટાર ખેલાડી પેટ કમિન્સ (Pat Cummins) ના હાથમાં છે. આ સંયોગ હૈદરાબાદના ફેન્સ માટે ખૂબ જ ઉત્સાહવર્ધક છે.