Gujarat24

ગુજરાતથી મુંબઈ સુધી ડ્રગ્સનું નેટવર્ક: પોલીસે ઝડપ્યું 75 કરોડનું MD ડ્રગ્સ!

Share On :

Uber Ola Driver Drugs Supply

Gujarat Drugs Factory: મુંબઈ (Mumbai) ની સાકીનાકા પોલીસ (Sakinaka Police) દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની એન્ટી-નાર્કોટિક્સ ટીમે (Anti-Narcotics Team) ઓલા-ઉબર (Ola-Uber) જેવી કેબ ચલાવતી એક મહિલા ડ્રાઇવરની ધરપકડ કરીને ગુજરાત (Gujarat) થી મુંબઈ (Mumbai) સુધી ફેલાયેલા એક વિશાળ ડ્રગ્સ સિન્ડિકેટ (Drugs Syndicate) નો પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 75 કરોડ રૂપિયા (Rs 75 Crore) આંકવામાં આવી છે.

માત્ર 101 ગ્રામ ડ્રગ્સથી શરૂ થઈ તપાસ

આ સમગ્ર મામલાની શરૂઆત 21 મેના રોજ થઈ હતી જ્યારે સાકીનાકા પોલીસે ઝોન 10 (Zone 10) ના પોલીસ ઉપાયુક્ત ડીસીપી દત્તા નલાવડે (DCP Datta Nalawade) ના માર્ગદર્શન હેઠળ જાળ બિછાવીને એક 26 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલી મહિલાની ઓળખ મુસ્કાન સમીર ખાન (Muskan Samir Khan) તરીકે થઈ છે. ધરપકડ સમયે તેની પાસેથી 101 ગ્રામ કોમર્શિયલ ક્વોન્ટિટીનું એમડી ડ્રગ્સ (MD Mephedrone Drugs) મળી આવ્યું હતું. શરૂઆતમાં આ કેસ નાનો લાગતો હતો, પરંતુ જ્યારે પોલીસે મુસ્કાનની કડક પૂછપરછ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

કેબની આડમાં ચાલતું હતું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મુસ્કાન વ્યવસાયે ઓલા-ઉબરની કેબ ડ્રાઇવર તરીકે કામ કરતી હતી. તેણી પોતાની કારમાં મુસાફરોને બેસાડવાના બહાને સાકીનાકા અને મુંબઈના વિવિધ ઉપનગરોમાં (Suburbs) ફરતી હતી. કોઈને શંકા ન જાય તે માટે તે કેબ ડ્રાઇવિંગની આડમાં જ મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં મોટા પાયે ડ્રગ્સની સપ્લાય કરતી હતી.

ગુજરાતના નર્મદા જિલ્લામાં પોલીસનો દરોડો

મુસ્કાનની પૂછપરછના આધારે પોલીસે 26 મેના રોજ મુખ્ય ડ્રગ સપ્લાયર વઝૂલ કમર અબુલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુ (Vazhul Qamar Abul Wafa Choudhary alias Pappu) ની ધરપકડ કરી હતી. પપ્પુની સઘન પૂછપરછ બાદ પોલીસને ગુજરાતમાં ચાલી રહેલા એક ગુપ્ત ડ્રગ્સ કારખાનાની માહિતી મળી હતી. સાકીનાકા પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક ગુજરાતના નર્મદા (Narmada) જિલ્લાના વરખડ ગામ (Varkhad Village) પહોંચી હતી. ત્યાં ચાલી રહેલી ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે 20 કિલો તૈયાર એમડી ડ્રગ્સ અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કર્યો હતો, જેની કિંમત 75 કરોડ રૂપિયા છે.

8 વર્ષથી ચાલતું હતું આ કાળું સામ્રાજ્ય

મુખ્ય આરોપી પપ્પુ છેલ્લા 7 થી 8 વર્ષથી આ ડ્રગ્સ સ્મગલિંગના કાળા કારોબારમાં સક્રિય હતો. તે ગુજરાતના આ કારખાનામાં પોતે જ એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો અને ત્યારબાદ તેને મુંબઈ લાવીને મુસ્કાન ખાન જેવા પોતાના પેડલર્સ (Peddlers) ને આગળ સપ્લાય કરવા માટે આપી દેતો હતો. પોલીસે હાલ એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધી આ રેકેટમાં સામેલ અન્ય નાણાકીય મદદગારો અને હવાલા ઓપરેટરોની (Hawala Operators) શોધખોળ શરૂ કરી છે.