Gujarat24

Ahmedabad Cyclothon: ફિટ ઇન્ડિયા માટે મેયર હિતેશ બારોટનો નવો મંત્ર: ‘દર રવિવારે 30 મિનિટ સાયકલ ચલાવો’

Share On :

Mayor Hitesh Barot

Sabarmati Riverfront Event Mayor Hitesh Barot: સ્માર્ટ સિટી અમદાવાદ (Ahmedabad) માં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે એક ભવ્ય ‘સાયક્લોથોન’ (Cyclothon) નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat) ના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) વેસ્ટ ખાતે આવેલા સરદાર બ્રિજ (Sardar Bridge) લોઅર પ્રોમેનેડ પર આ મેગા ઇવેન્ટ યોજાઈ હતી.

આ રેલીને અમદાવાદ (Ahmedabad) ના મેયર હિતેશ બારોટ (Hitesh Barot) અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રેરણાદાયી અભિયાનમાં શહેરના 1,000 થી વધુ સાઇકલચાલકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

વડાપ્રધાનના ‘ફિટ ઇન્ડિયા’ મંત્રને સાર્થક કરવા મેયરની અપીલ

સાયક્લોથોનને પ્રસ્થાન કરાવ્યા બાદ નાગરિકોને સંબોધિત કરતા મેયર હિતેશ બારોટે (Hitesh Barot) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા શરૂ કરાયેલા ‘ફિટ ઇન્ડિયા’ (Fit India) ના મંત્રને વાસ્તવિક જીવનમાં ઉતારવો એ સમયની માંગ છે.

તેમણે અમદાવાદ (Ahmedabad) ના પ્રત્યેક નાગરિકને અનુરોધ કર્યો હતો કે, પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે દરેક વ્યક્તિએ દર રવિવારે ઓછામાં ઓછો અડધો કલાક એટલે કે 30 મિનિટ સાયકલ ચલાવવાનો મક્કમ સંકલ્પ કરવો જોઈએ. આ નાનો પ્રયાસ ભવિષ્યમાં મોટા અને સકારાત્મક સ્વાસ્થ્ય પરિવર્તનો લાવી શકે.

પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગનું આહ્વાન
મેયર હિતેશ બારોટે (Hitesh Barot) વધતા જતા શહેરી પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરો સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, નજીકના અંતરના પ્રવાસ માટે વાહનોના બદલે સાયકલિંગ એક સર્વશ્રેષ્ઠ અને પ્રકૃતિ-મૈત્રીપૂર્ણ વિકલ્પ છે. શહેરીજનો જો સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ (Public Transport) નો મહત્તમ ઉપયોગ કરશે, તો તેનાથી કરોડો રૂપિયાના ઇંધણ (Fuel) ની બચત થશે અને વાયુ પ્રદૂષણ પણ નિયંત્રિત થશે. હરિયાળા અને ગ્રીન અમદાવાદના નિર્માણ માટે જનભાગીદારી ખૂબ જ અનિવાર્ય છે.

ઝુમ્બા, એરોબિક્સ અને યોગના આકર્ષણો વચ્ચે નેતાઓ અને જનમેદનીની હાજરી
આ રમત ઉત્સવ માત્ર સાયકલિંગ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ સાઇકલચાલકોના ઉત્સાહને વધારવા માટે સ્થળ પર ઝુમ્બા (Zumba), એરોબિક્સ (Aerobics) અને યોગ (Yoga) જેવી હેલ્થ ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા (Dinesh Makwana), ધારાસભ્ય અમિત શાહ (Amit Shah), ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thaker), ડેપ્યુટી મેયર અંજુબેન શાહ (Anjubed Shah), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ (Kamleshbhai Patel), મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની (Banchhanidhi Pani) સહિતના વહીવટી પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ એનજીઓ (NGO), ડૉક્ટરો, વકીલો, વિદ્યાર્થીઓ, એનસીસી (NCC) કેડેટ્સ અને પોલીસ (Police) વિભાગના જવાનોએ પણ પેડલ મારીને ફિટ ગુજરાતનો સંદેશ ગુંજવ્યો હતો.