Gujarat24

અંજાર હાઇવે પર ચક્કાજામ: રતનાલ પાસે 24 કલાકમાં અકસ્માતમાં 3 મોતથી ભારે હોબાળો, હાઇવે ખોદી નાખવાની ચીમકી

Share On :

National Highway Authority India

Ratnal Highway Protest: અંજાર (Anjar) ના રતનાલ (Ratnal) પાસે છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મામલે રતનાલના ગ્રામજનોએ એકઠા થઈને નેશનલ હાઇવે (National Highway) પર ચક્કાજામ કરી દીધો હતો. રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોએ હાઇવે પર સુરક્ષાના સાધનો અને સુવિધાઓના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

ડિવાઇડર અને ક્રોસિંગની માંગ: હાઇવે ઓથોરિટીને આપી ચીમકી
રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક ધોરણે ક્રોસિંગ (Crossing), સફેદ પટ્ટા (White Strips) અને પ્રોપર ડિવાઇડર (Divider) સહિતની સુવિધાઓ ઊભી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ગ્રામજનોએ નેશનલ હાઈવે ઓથોરિટી (National Highway Authority) ને કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનો હિટાચી (Hitachi) મશીન લાવીને નેશનલ હાઇવેને ખોદી નાખશે.

1100 કરોડનો હાઇવે છતાં બિસ્માર હાલત: વીઆઇપી ગામમાં જ જનતા પરેશાન
નોંધનીય છે કે, અંદાજે 1100 કરોડ (1100 Crores) ના તોતિંગ ખર્ચે બનેલો આ નેશનલ હાઇવે શરૂઆતથી જ બિસ્માર અને ખરાબ રોડને કારણે વિવાદોમાં રહ્યો છે. નબળા રોડ હોવા છતાં કંપની દ્વારા ઉઘરાવવામાં આવતા ભારે ટોલ ટેક્સ (Toll Tax) ના મુદ્દે આ હાઇવે સતત ચર્ચા અને વિરોધનું કેન્દ્ર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રતનાલ ગામ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા (Trikambhai Changa), પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર (Vasanbhai Ahir) અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ (Kutch District BJP President) નું હોવા છતાં, અહીંની જનતાને પ્રાથમિક રોડ સેફ્ટી માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે.