Gujarat24

બજેટ 2026-27: ઉદ્યોગજગતના નિષ્ણાતોએ બજેટ પૂર્વે રજૂ કરી અપેક્ષાઓ, AI અને કૌશલ્યવર્ધન પર ઉદ્યોગપતિઓની નજર

Share On :

India Budget 2026: આગામી કેન્દ્રીય બજેટ 2026-2027ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉદ્યોગજગતના દિગ્ગજોએ પોતાની પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ રજૂ કરી છે. નિષ્ણાતોના મતે ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે આ વખતે બજેટમાં સ્થિરતા, કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવો અનિવાર્ય છે.

શિક્ષણ – ઋષભ જૈન, પ્રેસિડેન્ટ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી
એઆઈને કારણે કાર્યસ્થળે આવેલા પરિવર્તનોને પગલે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સુધારા કરવાની માગ પેદા થઈ છે, જે અમલીકરણ, આંતરમાળખાં અને એઆઈની સાથે સુસંગત, ક્લાઇમેટ ચેન્જ તથા અદ્યતન કૌશલ્યો પર કેન્દ્રિત હોય. દેશવ્યાપી રોજગારીના પરિણામોમાં તાત્કાલિક સુધારો લાવવા માટે ડિજિટલ લેબ્સ, ફેકલ્ટીના કૌશલ્યવર્ધન, ઉદ્યોગો સાથે સહભાગીદારી, આબોહવા સંબંધિત નવીનીકરણ, શિક્ષકોનો વિકાસ, સર્વસમાવેશક પહોંચ અને મજબૂત એપ્રેન્ટિસશિપ તથા પ્રમાણીકરણ એ મુખ્ય પ્રાથમિકતાઓ છે.

ડેટા સેન્ટર અને એઆઈ – મુંબઈ સ્થિત JIKA EPC સર્વિસિઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઋષભ દેઢિયા
વર્ષ 2030 સુધીમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા પાંચ ગણી વધીને 8 ગીગાવોટ (GW) થઈ શકે છે. દેશવ્યાપી સ્તરે એઆઈ અને જીપીયુ-સંચાલિત તેમજ જેને ઊર્જાની વધુ જરૂરિયાત છે, તેવા ડેટા સેન્ટરોના વિકાસ અને વિસ્તરણને ટેકો આપવા માટે બજેટમાં વિશ્વસનીય વીજ પુરવઠો, ઝડપી મંજૂરીઓ, સમાન નિયમનો, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન અપગ્રેડ્સ, કૌશલ્યવર્ધનના કાર્યક્રમો, ઉદ્યોગનો દરજ્જો અને સ્થિરતા-આધારિત પ્રોત્સાહનો દ્વારા અમલીકરણના જોખમો ઘટાડવા જોઈએ.

પુનઃપ્રાપ્ય ઊર્જા – રોનક ચિરીપાલ, પ્રમોટર, ચિરીપાલ ગ્રૂપ
વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા હાંસલ કરવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્ય માટે ફક્ત ક્ષમતા વધારવાના પ્રોત્સાહનો પૂરતા નથી, તે સિવાય પણ અન્ય સહાયની જરૂર છે. આયાત, કિંમત અને ભૂ-રાજકીય જોખમો ઘટાડવા માટે હાઇબ્રિડ ઊર્જા સુધારાઓ, અનુમાનિત ટેરિફ, કેપ્ટિવ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોત્સાહનો, ઉન્નત પીએલઆઈ દ્વારા સ્થાનિક સોલર મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સ્ટોરેજ તથા ગ્રીન હાઈડ્રોજન માટે મજબૂત નાણાકીય સહાય એ મુખ્ય પ્રાથમિકતાઓ છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ – આદિ ઋષભ જૈન, વાઇસ પ્રેસિડેન્ટ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી
વર્ષ 2025માં મજબૂત દેખાવ છતાં, ભારતની પરિપક્વ થઈ રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સર્વાઇવલ કેપિટલ (અસ્તિત્વ ટકાવી રાખવા માટેની મૂડી), ESOP ટેક્સ રીફોર્મ, સરળ ધિરાણ, જીએસટીના સરળ અનુપાલન અને અમલીકરણની સહાય પર કેન્દ્રિત બજેટીય સપોર્ટની જરૂર છે. પ્રતિભાને જાળવી રાખવી, ધિરાણ અંગેની સ્પષ્ટતા અને સ્થિરતાને પ્રાથમિકતા આપવાથી લાંબાગાળાના મૂલ્યનિર્માણ અને સ્કેલિંગને ટકાવી રાખી શકાશે.

ટેક્સટાઈલ – રોનક ચિરીપાલ, પ્રમોટર, ચિરીપાલ ગ્રૂપ
અમેરિકાના ઊંચા ટેરિફ અને નિકાસમાં થઈ રહેલા ઘટાડાનો સામનો કરી રહેલા ભારતના ટેક્સટાઇલ સેક્ટરને આ ઉદ્યોગ દ્વારા સર્જવામાં આવેલી 4.5 કરોડ રોજગારી બચાવવા માટે બજેટ 2026-2027ના ટેકાની જરૂર છે. મુખ્ય માંગણીઓમાં સ્પર્ધાત્મકતા, લિક્વિડિટી અને નીતિગત સ્થિરતાને પુનઃસ્થાપિત કરવા માટે વ્યાજ સમાનતા, કરવેરામાં ઘટાડો, ઝડપી અવમૂલ્યન, જીએસટીમાં ઘટાડો અને ઇનપુટ-ડ્યુટીના સુયોજનનો સમાવેશ થાય છે.