મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂપિયા 8000 ચૂકવવાનો આદેશ કર્યો છે.
રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2021ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂપિયા 20ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી રૂપિયા 29 વસુલવામાં આવ્યા હતા. આ રૂપિયા 29માં એક રૂપિયાના જીએસટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
રેસ્ટોરેન્ટના સ્ટાફને જ્યારે તેની ફરિયાદ કરવામાં આવી ત્યારે, તેમણે કહ્યું કે તેઓ નિયમ મુજબ ચાર્જ વસૂલી રહ્યાં છે. જે બાદ આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પહોચ્યો હતો. હવે 4 વર્ષ બાદ નિર્ણય સામે આવ્યો છે. રેસ્ટોરેન્ટે એક રૂપિયાના જીએસટીની સાથે સર્વિસમાં કમી માટે રૂપિયા 5000 અને કેસના ખર્ચ તરીકે રૂપિયા 3000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.