Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ગત ફેબ્રુઆરી 2022માં ખેડામાં એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી. જેમાં પતિના અન્ય સાથેના સંબંધની જાણ થતા પત્નીએ વિરોધ કરતાં પતિએ તેને માર મારીને ફોન તોડી નાખ્યો હતો. જો કે પરિણીતાના સસરાએ પુત્રને ઠપકો આપવાને બદલે તેનો પક્ષ લીધો હતો. સાથે સાથે પતિના પહેલા લગ્નની વાત પણ મોડેથી જાણવા મળી હતી.

બીજી તરફ મહિલાને મુડ ડીસઓર્ડરની બિમારી હતી. જેને કારણે તેને પાગલ કહીને બદનામ કરી હતી અને સોલા સિવિલમાં તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં તેમની પાસે લખાવી દીધું હતું કે તેને ભવિષ્યમાં કઈ થશે તો તેની જવાબદારી પતિ કે સસરાની રહેશે નહીં. વર્ષ 2023માં મહિલાને પ્રેગનન્સી રહી હતી પરંતુ, તેમનું ધ્યાન રાખવામાં આવતું નહોતું અને તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. તેમ છતાંય, તેમને ત્રાસ આપતા હતા.

બીજી તરફ મહિલાને જાણવા મળ્યું હતું કે તેનો પતિ જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. જેના ફોટો અને વીડિયો મોબાઈલ ફોનમાં મળી આવ્યા હતા. આ અંગે મહિલા ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.