Ahmedabad News: AMC દ્વારા શહેરનાં SG હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 9 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કર્યું છે. તારીખ 19 અને તારીખ 20 મેના રોજ 9 પ્લોટના ઈ ઓક્શન મારફતે અંદાજે રૂપિયા 1000 કરોડ એકત્રિત કરવાની ધારણા છે. આ પ્લોટોની હરાજીમાં રસ ધરાવતી પાર્ટીઓ તારીખ 16 એપ્રિલથી 15 મે સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
હરાજી માટે બે સૌથી મોંઘા પ્લોટ
શહેરના SG હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ ૨.૫૨ લાખ રૂપિયા છે અને તે ભાવ મુજબ આ બંન્ને પ્લોટની કુલ કિંમત રૂ.૩૩૩ કરોડ છે. ઉલ્લેખનયી છે કે, અગાઉ, આ બંન્ને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન હરાજીથી વેચાણ માટે મુકવામાં આવ્યો છે. પરંતુ કોઈ બિલ્ડર કે કંપનીએ પ્લોટ ખરીદીવામાં રસ દાખવ્યો નહોતો.
વોર્ડ મુજબ પ્લોટની કિંમત
- થલતેજ વોર્ડમાં TP38,FP-264ની કિંમત 111.70 કરોડ રૂપિયા.
- શીલજ વોર્ડમાં TP216, FP-93ની કિંમત 166.00 કરોડ રૂપિયા.
- બોડકદેવ વોર્ડમાં TP50,FP-353Pની કિંમત 205.80 કરોડ રૂપિયા.
- બોડકદેવ વોર્ડમાં TP50,FP-353Pની કિંમત 127.46 કરોડ રૂપિયા.
- મોટેરા વોર્ડમાં TP46,FP-214ની કિંમત 162.28 કરોડ રૂપિયા.
- ચાંદખેડા વોર્ડમાં TP44,FP-218ની કિંમત 103.25 કરોડ રૂપિયા.
- વટવા વોર્ડમાં TP84, FP-133ની કિંમત 26.23 કરોડ રૂપિયા.
- નિકોલ વોર્ડમાં TP103, FP-148ની કિંમત 8.13 કરોડ રૂપિયા.
- મોટેરા વોર્ડમાં TP21,FP-375ની કિંમત 9.63 કરોડ રૂપિયા.