Mehsana: બ્લૂ રે એવિએશન એકેડમી દ્વારા સ્ટુડન્ટ્સ માટે એરફિલ્ડ બેઝ ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ, 18 મહિના સુધી ફ્લાઈટ સ્ટાન્ડર્ડ્સની અપાશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ

Mehsana News: ઉત્તર ગુજરાતના યુવાઓને કોમર્શિયલ પાયલટ તરીકે કરિયર બનાવી શકે એ માટે મહેસાણામાં એરફિલ્ડ બેઝ ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. ઈન્ડિનય એવિએશન સેક્ટરમાં ટેલેન્ટેડ અને સ્કિલ્ડ પાયલોટ આપવા માટે બ્લૂ રે એવિએશન એકેડમી દ્વારા ખાસ ટ્રેનિંગનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેનિંગ વખતે હાઈએસ્ટ સેફટી સ્ટાન્ડર્સ્ડ્સનું ધ્યાન રાખવામાં આવશે. મહત્ત્વનું છે કે, આ ફ્લાઈંગ ટ્રેનિંગ 31 માર્ચ 2025થી બંધ હતી જેને ફરી શરૂ કરવામાં આવી છે.

મહેસાણા એરફિલ્ડ બેઝ ફ્લાઈંગ ટ્રેનિંગમાં ફ્લાઈટ ઓપરેશન અત્યારે શરૂ થઈ ગયા છે. અહીં સ્ટુડન્ટ્સને 18 મહિના સુધી એડવાન્સિંગ ફ્લાઈટ ટ્રેનિંગ સ્ટાન્ડર્ડ્સ પર ફોકસ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પહેલા સ્ટુડન્ટ્સને સ્પેશિયલ મોડ્યુલ પર ટ્રેનિંગ આપવામાં આવે છે. એ પછી બેઝિક નોલેજ મળ્યા બાદ ટ્રેનરની સાથે પાયલટની ટ્રેનિંગનું પ્રેક્ટિકલ શરૂ થાય છે.

આ ટ્રેનિંગમાં સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ ના આવે તો ટ્રેનર ફરીથી રિવિઝન પણ કરાવે છે. આમ સ્ટુડન્ટ્સ કેટલુ શીખ્યુ એના પર બેઝ લાયસન્સ આપવામાં આવે છે. એ પછી સ્ટુડન્ટ્સ કેમ્પસ ઈન્ટરવ્યૂમા કે પોતાની રીતે અન્ય એરલાઈન્સમાં કોમર્શિયલ પાયલટ તરીકે જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *