Gujarat24  /  Religion  /  

આજનું રાશિફળઃ આજે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 5, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 5 નવેમ્બર મંગળવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 02:48થી 03:10 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજના દિવસે પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે, વિચારોને સકારાત્મક રાખવા, દિવસ આનંદિતરીતે પસાર થાય.

વૃષભ
દિવસની શરૂવાત કોઈ સારા સમાચારથી સંભવ બને, પ્રયત્ન સફળ થતા જણાય, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

મિથુન
સામાજિકક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ સંભવ, દિવસ પૂર્ણ થતા કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

કર્ક
રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ તક મળી શકે છે, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ, ઋતુગત બીમારીથી સાચવવું.

સિંહ
કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, જૂના રોગનું નિરાકરણ જણાય.

કન્યા
સાહિત્ય વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય, કૌટુંબિક સુખ સારું, આરોગ્ય અંગે સાનુકુળતા રહે.

તુલા
ઈષ્ટદેવનું ધ્યાન ધરી નવા કાર્યનો આરંભ કરવો, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, નાની ઈજાથી સાચવવું.

વૃશ્ચિક
સામાજિક જવાબદારીમાં વધારો જણાય, નવી તકનું નિર્માણ સંભવ, આરોગ્યની ચિંતા દૂર થતી જણાય.

ધન
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, દિવસ ધીરજતાથી પસાર કરવો.

મકર
આવકના સ્રોતમાં વધારો થતો જોવા મળે, પારિવારિક વિવાદથી દૂર રહેવુ, આનંદ- પ્રમોદમાં દિવસ પસાર થાય.

કુંભ
મનનાં વિચારો મનમાં ઓસરતા જણાય, રોજીંદા કામો થી લાભ જણાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

મીન
આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલા જણાઓ, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો જણાય, સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી.