
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.30 લાખ જેટલા MSMEને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય અપાઈ, ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે
રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીમાં કુલ 1.30 લાખ કરતાં વધુ એકમોને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર…