RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યુંઃ જ્યાં સુધી હિન્દુઓ પોતે મજબૂત નહીં બને ત્યાં સુધી દુનિયામાં કોઈ…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના વડા મોહન ભાગવતે ફરી એકવાર હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે ભારતની એકતા એ હિન્દુઓની સુરક્ષાની ગેરંટી છે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે અને જ્યારે હિન્દુ સમાજ મજબૂત બનશે, ત્યારે જ ભારત પણ ગૌરવ પ્રાપ્ત કરશે….

Read More

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં 26મીએ ભવ્ય રોડ શો, જાણો અન્ય કાર્યક્રમ વિશે

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26-27 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ, ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી 26મીએ સાંજે અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટથી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે રોડ શોના સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે….

Read More

15 દિવસમાં તૂટ્યો સિદ્ધાંત અને સારા તેંડુલકરનો પ્રેમ, બંને એક બીજાના પરિવારને થોડાક દિવસ પહેલાં જ મળ્યા હતા

બોલીવૂડનો એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા વચ્ચેના સંબંધો પાંગરે તે પહેલાં જ તેનો અંત આવી ગયો હોવાની વાત સામે આવી છે. સારાનું નામ અગાઉ ક્રિકેટર શુભમન ગીલ સાથે પણ જોડાયું હતું. જો કે, શુભમન ગીલે સારા સાથેના સંબંધોને અફવા ગણાવી હતી. બીજી તરફસિદ્ધાંત ચતુર્વેદીનું નામ નવ્યા નવેલી નંદા સાથે જોડાયું હતું….

Read More

વોર-2ના ટિઝરમાં કિયારાના બિકિની સીનને જોઈ રામગોપાલ વર્માએ કરી અભદ્ર કોમેન્ટ, લોકોએ રિપ્લાય કરી ભાન કરાવ્યું, પોસ્ટ ડિલિટ કરી

એનટીઆર જુનિયરના જન્મદિવસનો મોકો જોઈવોર રના નિર્માતાઓએ બહુપ્રતીક્ષીત ટીઝરમાં લોન્ચ કર્યું હતું. પણ હૃતિક કે જુનિયર એનટીઆર બાજુ પર રહ્યા અને ટીઝરમાં થોડી ક્ષણો માટે બિકિનીમાં દેખાયેલી ક્રિયારા અડવાણી ઓનલાઈન હિટ થઈ ગઈ હતી. તેમાં પણ રામ ગોપાલ વર્માએ તેના વિશે અણછાજતી કોમેન્ટ કરતાં લોકો તેની પર તુટી પડ્યા હતા. જેના કારણે રામ ગોપાલ વર્માએ…

Read More

Ahmedabad Demolition: ચંડોળામાં 20 ગેરકાયદેસર ધાર્મિક સ્થાન સહિત 500 બાંધકામ તોડાયા, ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે

Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે…

Read More

16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત, જાણો ગીરની શાન સાવજની સંખ્યા કેટલી થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિંહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે. રાજ્ય સરકારના વન…

Read More

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ કરી મોટી કબૂલાત, પૂછપરછમાં કહ્યુંઃ પાકિસ્તાનમાં કોણે તેને ISIના અધિકારી અને અન્ય લોકો સાથે કરાવ્યો પરિચય

Jyoti Malhotra youtuber: જ્યોતિ મલ્હોત્રાની શરૂઆતની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી હરિયાણા પોલીસ, IB, NIA અને ગુપ્તચર લશ્કરી અધિકારીઓની ટીમે જ્યોતિની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન જ્યોતિએ જે કબૂલાત કરી છે તેનાથી એ શંકા મજબૂત થાય છે કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરી રહી હતી. એ પણ પ્રકાશમાં…

Read More

ઋતિક રોશન અને જુનિયર NTR જોવા મળશે ફિલ્મ વૉર 2માં, ટીઝરમાં ગણતરીની સેકન્ડના સીનમાં જોવા મળ્યો કિયારાનો કિલર લૂક

યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ વોર 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જબરદસ્ત અને એક્શનથી ભરપૂર દ્રશ્યો જોઈને ફેન્સ એક્સાઈટેડ થઈ રહ્યા છે. ઋતિક રોશન અભિનીત ફિલ્મ વોરના બીજા ભાગમાં, તેનો સામનો સાઉથના સ્ટાર જુનિયર એનટીઆર સાથે થવાનો છે. આ ટીઝર જુનિયર એનટીઆરના ફેન્સ માટે નિર્માતાઓ તરફથી ભેટ છે. કારણ કે તેનો આજે 42મો…

Read More

મદરેસાના અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ ભણાવાશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે. જે ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા કહેશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને લશ્કરી ગૌરવને શિક્ષણ સાથે…

Read More

COVID-19: હોંગકોંગ-સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોના વકર્યો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં 6 કેસનો વધારો

COVID-19 Case in Asia: એશિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે એશિયાઈ સરકારો ચિંતામાં છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1,042 કેસ રિપોર્ટ કર્યા હતા. ગયા સપ્તાહે આ…

Read More