Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં 26મીએ ભવ્ય રોડ શો, જાણો અન્ય કાર્યક્રમ વિશે

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26-27 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ, ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન મોદી 26મીએ સાંજે અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટથી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે રોડ શોના સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે. બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ વિમાનોનાં ટેબ્લો મૂકવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર દેશભક્તિનાં ગીતો વાગશે.

26 અને 27 મે દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26 તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે રૂપિયા 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ

  • વડોદરામાં સવારે 10 વાગે રોડ શો.
  • દાહોદમાં સવારે 11 વાગે જાહેર સભા, રેલવે પ્રોજેક્ટ લોકાર્પણ.
  • ભુજમાં બપોરે 2 વાગે રોડ શો.
  • ભુજમાં બપોરે 3.30 વાગે જાહેર સભાને સંબોધન.
  • અમદાવાદમાં સાંજે 6.30ના રોડ શો.
  • રાજભવનમાં રાત્રિ રોકાણ.
  • ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે અર્બન ડેવલપમેન્ટના કાર્યક્રમમાં હાજરી આપશે.