ગુજરાત દરિયા સીમાની બાબતમાં અન્ય રાજ્યોની સરખાણમીએ ઘણો સમુદ્ધ છે. ગુજરાતને 1,600 કિલોમીટરની વધારે લાંબી દરિયાઈ સરહદ મળી છે. જે તેની સુંદરતા અને પ્રકૃતિ સૌંદર્ય માટે દેશ-વિદેશમાં અલગ ઓળખ મેળવી છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ટેકલાક બીચ પર તમે પરિવાર સાથે વેકેશન પ્લાન કરી શકો છો. ગુજરાતને ભારતનું બીચ ટૂરિઝમ હબ બનાવવાની તાકાત ધરાવે છે. આ દરિયાકાંઠા પર કેટલાક એવા સુંદર બીચો વસેલા છે, જે માત્ર પ્રાકૃતિક સૌંદર્ય પૂરા પાડતાં નથી, પરંતુ ધરોહર, ધાર્મિકતા અને લોકજીવનની ઝલક પણ આપે છે.ગુજરાત સરકાર ‘બીચ ટૂરિઝમ’ને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. તિથલ, મંડવી અને માધવપુર જેવા બીચોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન, ઇકો-ફ્રેન્ડલી ટૂરિઝમ અને સ્થાનિક લોકોના સહભાગીથી અહીં પ્રવાસન ક્ષેત્રે ઘણો ઉછાળો આવ્યો છે.
દ્વારકા બીચ
દેવભૂમિ દ્વારકા સ્થિત દ્વારકા બીચ ગુજરાતના સૌથી પ્રાચીન અને પવિત્ર શહેરોમાંના એકમાં આવેલા દરિયાકાંઠે વસેલું છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. દોરીગાંધી રેતી, શાંત લહેરો અને નજદિકના દ્વારકાધીશ મંદિરના ઘટધ્વનિ વચ્ચે પ્રાર્થનાનું શાંત વાતાવરણ સર્જાય છે. જે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. હાલ ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના દરિયા કિનારાને વિકસાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે. આ સાથે સમુદ્ધના ઊંડાણમાં ખોવાયેલી દ્ધારકાને પણ સ્કૂબાડાઇવ દ્વારા માણી શકો છો.
માધવપુર બીચ
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આવેલો બીચ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે અહીં રાજકુમારી રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા. દર વર્ષે યોજાતો ‘માધવપુર મેળો’ અહીંનું આકર્ષણ વધારતો મહત્ત્વનો તહેવાર છે. જેમાં દેશભરના કલાકારો, સાધુ-સંતો અને યાત્રાળુઓ ભાગ લે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાતના પ્રવાસીઓને માધવપુર બીચ ખૂબ આકર્ષી રહ્યો છે. આ બીચને ગુજરાત સરકાર દ્વારા ઈકો ટૂરિઝમ ક્ષેત્ર બનાવાની દિશામાં હાલ ઘણા પ્રોજેક્ટ રન કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ભવિષ્યમાં આ બીચ ગુજરાતની ઓળખ બને તો નવાઈ નહીં.
માંડવી બીચ
કચ્છ જિલ્લાના માંડવી બીચ તેની સફેદ રેતી, સ્વચ્છતા અને શાંતિ માટે જાણીતો છે. અહીં દરિયાના કિનારે ઊભેલી પવનચક્કીઓ તેનો લાવણ્ય વધારતી દ્રશ્ય રચનાઓ છે. માંડવીનો બીચ ફેમિલી પિકનિક, ફોટોગ્રાફી, અને સાંજના વોક માટે ઉત્તમ સ્થળ છે. નજીકના વિજે વિલાસ મહેલનું ઐતિહાસિક મહત્ત્વ પણ પ્રવાસનનો એક ભાગ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં સ્થળનું મહત્ત્વ ખૂબ વધ્યું છે.
તિથલ બીચ
વલસાડ જિલ્લામાં આવેલા તિથલ બીચની ખાસિયત એ છે કે અહીંની રેતી કાળી છે. અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવ્યા કરે છે. બીચ પર રંગીન દરીઓ, નારિયેળ પાણીના સ્ટોલ, અને ફૂડ કાર્ટ્સ સાથે એક તહેવાર જેવું માહોલ રહે છે. તિથલ બીચ નજીકના શિવ મંદિર અને સિદ્ધિ વિનાયક મંદિર પણ દર્શન માટે લોકપ્રિય છે. તિથલ બિચને પણ ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા પ્રમોટ કરવાની સાથે સુવિધાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પ્રવાસીઓને આ સ્થળ પર ખૂબ જ સારો પ્રવાસનો અનુભવ મળી શકે છે.
નારારા બીચ
જામનગર નજીક આવેલો નારારા બીચ એક મેરાઈન નેશનલ પાર્કનો ભાગ છે. અહીં આવકના સમય દરમિયાન લોકો દરિયામાં ચાલીને અર (coral reefs), વિવિધ પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવ જોવા જાય છે. કુદરત પ્રેમીઓ અને બાળકોથી લઈને રિસર્ચ માટે પણ આ એક રસપ્રદ સ્થળ છે. સમુદ્ધિ જીવસૃષ્ટિને માણવાનો અને સમજવાનું આ સ્થળ બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે.
ઉમરગામ બીચ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ બીચ પોતાના શાંતિભર્યા વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. અહીં કેટલીક જાણીતી હિન્દી ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. બીચની સુંદરતા અને નજદિકની એવરગ્રીન હરિયાળી પ્રવાસીઓ માટે આકર્ષણ બની છે. ખાસ કરીને ઘણી ટીવી સિરિયલમાં આ સ્થળના સીન લેવામાં આવી રહ્યાં છે.