Gujarat24  /  Life Style  /  

DIY Banana Peel Face: કેળાં ખાઈને તેની છાલ ફેંકી ના દેશો, બનાવો નેચરલ ફેસ માસ્ક, જાણો પ્રોસેસ અને ફાયદા

DIY Banana Peel Face: આપણે ડેઇલી ઘણા બધા અલગ પ્રકારના ફળો ખાતા હોઈએ છીએ. એ જેટલા આપણા શરીર માટે ફાયદાકારક છે એટલા જ આપણી સ્કિન માટે પણ સારા છે. ઘણા એવા ફૂટ્સ છે જે સ્કિન માટે ખૂબ જ પ્રોડક્ટ્સ કરતા પણ સારું કામ કરે છે. એવું જ એક ફળ છે કેળાં.

કેળાંને તેની પોષક મૂલ્યને કારણે સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે જેટલા વિટામિન્સ અને મિનરલ્સ કેળાંમાં હોય છે, તેનાથી વધુ એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજ તેની છાલમાં હોય છે? હા, આમ તો આ છાલને ખાવા માટે ઉપયોગી નથી, આ માટે જ સામાન્ય રીતે લોકો તેને કચરામાં ફેંકી દે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે આ છાલનો ઉપયોગ તમારી ત્વચાની સંભાળ માટે કરી શકો છો. કેળાની છાલ ત્વચાના પોર્સની સમસ્યાઓ દૂર કરવા, ત્વચાને હેલ્ધી રાખવા અને ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે.

આ રીતે બનાવો કેળાનું ફેસ માસ્ક
જો તમે કેળાની છાલથી ફેસ માસ્ક (DIY Banana Peel Face) બનાવવા માંગો છો તો સૌથી પહેલા એક પાકેલું કેળું લો અને તેની છાલ ઉતારીને નાના ટુકડાઓમાં કાપી લો. હવે એક ચમચી મધ, એક ચમચી તાજું દહીં દહીં અને અને કેળા- કેળાના બે સ્લાઈસ આ આ ટુકડાઓ સાથે મિક્સરમાં નાખો. 1. આ આ બધું સારી રીતે પીસી લો. તૈયાર મિશ્રણને એક વાટકીમાં કાઢી લો.

આ રીતે ફેસ માસ્ક લગાવો
ચહેરો અને ગળાને સારી રીતે ધોઈને સાફ કરી લો. પછી આ ફેસ માસ્કને બ્રશ અથવા આંગળીઓની મદદથી આખા ચહેરા પર લગાવો. માસ્કને 15 મિનિટ સુધી એમ જ રહેવા દો, જેથી તે ત્વચામાં સારી રીતે સમાઈ જાય. પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વાર કરી શકાય છે.

એક રિપોર્ટ મુજબ, કેળાંની છાલમાં એવા પોષક તત્ત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી ત્વચા માટે નેચરલ ટ્રીટમેન્ટથી ઓછા નથી. કેળાંની છાલ કરચલીઓ ઘટાડવામાં, ત્વચાને બ્રાઇટ અને ગ્લોઇંગ બનાવવામાં અને આંખોની નીચેની સોજા ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. જો તમે તેને નિયમિત રીતે ચહેરા પર રગડો છો તો તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં, પિમ્પલ્સના ડાઘ હળવા કરવામાં અને ચહેરાની રંગત નિખારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.