Gujarat24  /  Religion  /  

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 20 , 2024:

આજે ગુજરાતી પંચાંગ મુજબ, 20 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2080ના આસો વદની ત્રીજ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃષભ અને રાહુ કાળ સાંજે 16.30થી 18.00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે રવિવારના દિવસે મનગમતા કામથી દિવસની શરૂવાત સંભવ, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ પર્યટનનું આયોજન સંભવ બને.

વૃષભ (Taurus)

ધીરજતારાખી પોતાના પરિણામની રાહ જોવી, વિખવાદથી દૂર રહેવું અને જુના રોગમાં થી રાહત જણાય.

મિથુન (Gemini)

ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું તેમજ વિચારો સકારાત્મક રાખવા.

કર્ક (Cancer)

દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, નવા સંબંધની શરૂઆત સંભવ તથા ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.

સિંહ (Leo)

કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય, કૌટુંબિક તણાવનો અંત આવે તેમજ દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.

કન્યા (Virgo)

ધાર્યા કામ પાર પડતા જણાય, સ્નેહીજનો સાથે અણબનાવ ટાળવો સાથે જ બિનજરૂરી ખર્ચમાં વધારો જણાય.

તુલા (Libra)

આપના ધીરજતાની કસોટી થતી જણાય, આર્થિક પ્રગતિ જણાય અને સામાજિક કાર્યમાં મધુર પરિણામ જોવા મળે.

વૃશ્ચિક (Scorpio)

મનની મુરાદો પુરી થાય, આવકના નવા સ્રોતોનું નિર્માણ સંભવ અને પારિવારિક સાનુકૂળતા જળવાઈ રહેશે.

ધન (Sagittarius)

નવા આયોજન સંભવ બને, સામાજિક ક્ષેત્ર વિકસિત થાય અને દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

મકર (Capricorn)

મળેલી તક હાથતાળી આપતી જણાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય સાથે જ સમજી વિચારીને નિર્ણય લેવો.

કુંભ (Aquarius)

કોઈ નવી તકનું નિર્માણ સંભવ બને, સામાજિક કાર્યોમાં દિવસ પસાર થાય અને યાત્રા-પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.

મીન (Pisces)

આવશ્યક ના હોય ત્યાં હસ્તક્ષેપ ટાળવો, ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય સાથે જ આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.