Gujarat24  /  Religion  /  

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને વ્યાવસાયિક કાર્યમાં સફળતા જણાય, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 19 , 2024:

આજે ગુજરાતી પંચાંગ મુજબ, 19 ઓક્ટોબર શનિવારે વિક્રમ સંવત 2080ના આસો વદની બીજ તિથિ છે. તો ચંદ્રરાશિ મેષ અને રાહુ કાળ સવારે 09:00થી 10:30 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે લક્ષપ્રાપ્તિ સરળ બનતી જણાય, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ તથા કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી

વૃષભ (Taurus)

વૈચારિક મતભેદથી સાચવવું, કાર્યક્ષેત્રમાં આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે તથા પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.

મિથુન (Gemini)

કાર્યક્ષેત્રમાં મતભેદો દુર થતા જણાય, આર્થિક પ્રગતિનો માર્ગ ખેડાય તેમજ સામાજિક સંબંધમાં મીઠાશ વધે.

કર્ક (Cancer)

સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ, અતિ ભાવુકતાથી સાવધ રહેવું અને સત્કાર્યમાં દિવસ પસાર થાય.

સિંહ (Leo)

વ્યાવસાયિક કાર્યમાં સફળતા જણાય, પારિવારિક પરેશાની દૂર થાય તથા શારીરિક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

કન્યા (Virgo)

વાણી પર કાબુ રાખવો, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, તેમજ આકસ્મિક ખર્ચમાં વૃદ્ધિ ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા (Libra)

અશાંતિના વાદળો વિખરતા જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી અને સત્કાર્યમાં દિવસ પસાર થાય.

વૃશ્ચિક (Scorpio)

મનમાં સામાન્ય ઉચ્ચાટ જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે અને વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.

ધન (Sagittarius)

સકારાત્મક અભિગમ રાખવો, સફળતાનો સ્વાદ ચાખવા મળે સાથે જ દિવસ ધીરજતાથી પસાર કરવો.

મકર (Capricorn)

વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ બને, જમીન રોકાણમાં લાભદાયી રહેશે તથા દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી.

કુંભ (Aquarius)

મહત્વના કાર્ય ને વેગ મળે, ખોટા અવિચારી ખર્ચ ટાળવા તથા દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.

મીન (Pisces)

માંગલિક કાર્યોમાં ગણેશ મંડાય, પારિવારિક મનભેદ ટાળવા અને મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ.