Aaj Nu Rashifal, October 13 , 2024
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 13 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની અગિયારસ તિથિ છે. તો ચંદ્રરાશિ મકર અને રાહુ કાળ બપોરે 03:26થી 05:53 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે રવિવારના દિવસે શુભકાર્યનો લ્હાવો મળે, સંપત્તિનો વિસ્તાર થતો જણાય અને બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી.
વૃષભ (Taurus)
સામાજિક સંબંધોમાં ઊંધા પાટા ન બાંધાય તેની કાળજી રાખવી, ધાર્યું કામ આગળ વધતું જણાય તેમજ સ્વાસ્થ્ય સારું.
મિથુન (Gemini)
પારિવારિક વાતાવરણમાં અનુકૂળતા રહેશે, વિચારો સકારાત્મક રાખવા તથા આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
કર્ક (Cancer)
વાતચીતમાં સંયમ રાખવું, પ્રવાસનું આયોજન સંભવ સાથે જ સાંજના સમયમાં સાનુકુળતા જણાય.
સિંહ (Leo)
કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવું, કાર્યક્ષેત્રમાં નવી તક મળતી જણાય અને જમીન મિલકતનાં પ્રશ્નો દૂર થાય.
કન્યા (Virgo)
ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી અને યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.
તુલા (Libra)
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થાય તથા આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
વૃશ્રિક (Scorpio)
ખર્ચ પર નિયંત્રણ રાખવો, વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય તેમજ પારિવારિક સુખ જળવાઈ રહેશે.
ધન (Sagittarius)
પારિવારિક જીવનમાં મીઠાસ જણાય, કાર્યક્ષેત્રના પ્રશ્નોનોનો સકારાત્મક ઉકેલ જણાય તથા સ્વાસ્થ્ય સાચવાય.
મકર (Capricorn)
નકારાત્મક વિચારોથી દુર રહેવું, વિરોધી સામે પ્રગતિ જણાય પરતું આર્થિક સ્રોતની તક મળતી જણાય.
કુંભ (Aquarius)
કાર્યક્ષેત્રમાં ધાર્યો લાભ જણાય, રોકાયેલા કાર્યો કોઈની સહાયથી પૂરા થતા જણાય અને આવકમાં સકારાત્મકતા જણાય.
મીન (Pisces)
કિંકર્તવ્યમૂઢની સ્થિતિ અનુભવાય, સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે તથા અધુરા કાર્યો પાર પડતા જણાય.