Mark Zuckerberg Net Worth: મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ બે વર્ષથી ઓછા સમયમાં સમ લગભગ છ ગણી વધીને 201 બિલિયન ડોલર થઈ ગઈ છે. કંપનીના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા તેની સાથે જ તેમની સંપત્તિએ પણ નવો વિક્રમ બનાવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું કે, વિશ્વના 500 સૌથી ધનિક લોકોમાં હવે ઝકરબર્ગ ચોથા સ્થાને છે. દુનિયાના સૌથી ધનિક ટોપ ત્રણ લોકોમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ સામેલ છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેટાવર્સે લોન્ચ કરેલા ઓરિઅન ગ્લાસિસને જોરદાર સફળતા મળી છે જેણે મેટાના શેરને રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચાડી દીધા છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ ગ્લાસિસ લોન્ચ કરવા એ તેમની ભૂલ હતી. પરંતુ પછી તેને અસામાન્ય સફળતા મળી છે.
ઝકરબર્ગની સંપત્તિ પહેલી વખત 200 અબજ ડોલરનો આંકડો પાર કરી ગઈ છે. મેટાવર્સ પર તેમણે દાવ લગાવ્યો ત્યારે શરૂઆતમાં કોઈને અંદાજ ન હતો કે તેમને સફળતા મળશે. પ્રારંભમાં તેમને નિષ્ફળતા મળી હતી જેમાં તેમની નેટવર્થમાંથી 100 અબજ ડોલરથી વધુ ધોવાઈ ગયા હતા. તે સમયે મેટાએ તેના નામમાં પણ ફેરફાર કર્યો હતો અને શોર્ટ ફોર્મના વીડિયો કન્ટેન્ટમાં તેમને મુશ્કેલી નડી હતી. તેની હરીફ TikTok બહુ આગળ નીકળી ગઈ હતી. માર્કે ઝકરબર્ગ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ બનવા પાછળનું મુખ્ય કારણ શું હતું? ફેસબુકમાંથી મેટા બનીને કંપની મોટા ફેરફારોમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન ઓરિયો ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ લોન્ચ કરવામાં આવ્યા હતા.