ઓસ્ટ્રેલિયાની 34 વર્ષીય મહિલા ઓલિવિયા વિન્સને ગજબનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 24 કલાકમાં કુલ 7079 પુલ અપ્સ કર્યા હતા. આ સાથે જ ઓલિવિયાએ પોલેન્ડની પાઓલા ગોલોંના 2021ના 4081 પુલ અપ્સના રેકોર્ડને ધ્વસ્ત કર્યો હતો.
ઓલિવિયાએ રેકોર્ડ વિશે કહ્યું કે, તે પોતાના ફિટનેસના કાર્યક્રમમાં બદલાવ ઈચ્છતી હતી. આ દરમિયાન તેના પતિ અને કોચે તેને 24 કલાક પુલ અપ્સના રેકોર્ડ વિશે જણાવ્યું. પહેલા તો પતિની વાતને હસી કાઢનાર ઓલિવિયાએ ગજબની તૈયારી કરી હતી. રેકોર્ડ બનાવતા પહેલા ૧૨ કલાક પુલ અપ્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે હાથમાં ઈજા થતા તેને સળંગ બે મહિના સુધી આરામ કરવાની ફરજ પડી હતી.