
મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મથુરામાં બનેલા વાઘા અને સિંહાસને સૂર્યમુખી-સેવંતીના ફુલનો શણગાર
સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.