Gujarat24

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં વસંતપંચમીની ઉજવણી, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી

Share On :

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ભવ્ય રીતે ઉજવાયેલ કાળી ચૌદશ સમૂહ યજ્ઞપૂજન મહોત્સવ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે કાળી ચૌદસ તા. 20-10-2025ને સોમવારના રોજ શ્રી હનુમાનજી દેવતાના વિશેષ પૂજનનો ભવ્ય રીતે ધામધુમ પુર્વક ઉજવાઇ ગયો. આ દિવસે હજારો હરિભક્તોએ – યજમાનશ્રીઓએ હનુમાન દેવના પૂજનનો વિશાળ યજ્ઞમંડપમાં લ્હાવો લીધેલ તેમજ દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ પૂજન દર્શન વગેરેના દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7:00 કલાકે શણગાર આરતી, સવારે 8:00 કલાકે અભિષેક, 12:00 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી, 12:30 કલાકે સમૂહ મારુતિ યજ્ઞ પૂર્ણાહુતી કરવામાં આવેલ હતી. તેમજ ચોપડા પૂજન (શારદા પૂજન અને લક્ષ્મી પૂજન) સાંજે 4:00 કલાકે કરવામાં આવેલ.
દાદાને એમ્બ્રોઇડરી વાળા રામ લખેલા વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગાર કરાયો હતો. મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી,શણગાર એવં અન્નકૂટ આરતી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા),છડી અભિષેક આરતી સ્વામી શુકદેવપ્રસાદદાસજી દ્વારા કરાઈ હતી.
સુવર્ણ હીરાજડિત મુગટની વિશેષતા :
1 કિલો પ્યોર સોનાનો મુગટ છે. રજવાડી મુગટમાં 2 મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. બંને પોપટ પર હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર કરાયું છે. 18 કારીગરોએ 3 મહિનાની મહેનતે મુગટ તૈયાર કર્યો છે. હીરાજડિત મુગટમાં ફૂલ, ઝાડ, કમળની ડિઝાઇન‌ છે. 1.3 ફૂટ ઊંચો અને 1.6 ફૂટ પહોળો મુગટ છે. મુગટમાં 2 કમળની આકૃતિ પણ અંકિત કરાઈ છે. 2 સુવર્ણ હીરાજડિત કુંડળ છે. આ મુગટ 19 નવેમ્બર, 2023એ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અર્પણ કરાયો હતો.
બે મોટા પોપટની ડિઝાઈનવાળો રજવાડી મુગટ :-
મુંબઈમાં બનેલો દાદાનો આ રજવાડી મુગટ અને કુંડળ 1 કિલો પ્યોર સોનામાંથી બનાવાયો છે. સવા ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળા મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાઈ છે. જેમાં હેન્ડ પેઈન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટમાં ફૂલ, ઝાડ અને બે મોટા કમળની ડિઝાઈન ચાર ચાંદ લગાવે છે. તો 350 કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા 18 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

દાદાના મંદિર અને સમગ્ર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું, મંદિરના વહીવટકર્તા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) વિગેરે સંતમંડળ દ્વારા પૂજ્ય દાદાના ભક્તો માટે વિશેષ સગવડ રહેવા-જમવાની તથા યજ્ઞ મંડપની અને પાર્કીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ નિમિતે હનુમાનજી દાદાના રસોડામાં પ્રસાદીમાં પુરી, બુંદી, મોહનથાળ, દાળ-ભાત,શાક, ખમણ વગેરે પકવાનોની પ્રસાદનો લાભ હજારો ભકતોએ લીધો હતો તેમજ બધા દર્શનાર્થીઓ ભક્તો માટે સવારના ચા -પાણી નાસ્તો -મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સંતમંડળ-પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.