Gujarat24  /  India  /  

UPના દેહરી ગામમાં 70 મુસ્લિમ પરિવારમાં પાંડે-દુબે-ઠાકુર અને પટેલ જેવી અટક, કોઈએ વિરોધ કર્યો નથીઃ ગ્રામજનો

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામમાં 60થી 70 મુસ્લિમ પરિવાર એવા છે કે જેઓ પોતાના નામની સાથે હિન્દુ ઉપનામનો ઉપયોગ કરે છે. આ પરિવારોનો દાવો છે કે તેમના પૂર્વજો હિન્દુ હોવાથી તેઓ આવા નામ રાખી રહ્યા છે. દેહરી નામના આ ગામમાં મુસ્લિમોના નામની પાછળ દુબે, ઠાકુર, પાંડે વગેરે લગાવવામાં આવે છે. કેટલાક લોકો આ નામોને હિન્દુ-મુસ્લિમ એકતાની દ્રષ્ટીએ પણ લઈ રહ્યા છે. જેમ કે આ ગામમાં રહેતા મુસ્લિમોમાં કેટલાકના નામ છે નૌશાદ અહમદ દુબે, ઠાકુર ગુફરાન, ઇરશાદ અહમદ પાંડે, અબ્દુલ્લા દુબે વગેરે. અન્ય મુસ્લિમો કરતા અલગ પ્રકારના નામોને લઈને આ વિસ્તારમાં ભારે કુતુહલ પણ જોવા મળે છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

નૌશાદ અહમદ દુબેએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પરિવારના લોકોએ વર્ષોથી ચૌધરી, સોલંકી, ત્યાગી, પટેલ, રાણા, સિકરવાર જેવી સરનેમને ઉપયોગ કર્યો છે. આ નામોને લઈને કોઇએ પણ સવાલ નથી ઉઠાવ્યો. મે મારા નામની પાછળ શેખ નથી લગાવ્યું પરંતુ મારા સગા સંબંધીઓના નામની પાછળ શેખ લાગે છે. અમે શેખ સરનેમ નથી અપનાવી કેમ કે તે અરબી છે ભારતીય નથી. તેણે જણાવ્યું હતું કે મારા પરિવારના વરિષ્ઠ સભ્યો ગામમાં પંડિતજીની સરનેમથી ઓળખાય છે. મારા પરદાદા મને કહેતા હતા કે લાલ બહાદુર દુબે આ ગામમાં આવ્યા હતા અને એક જમીનદારી ખરીદી હતી.

બાદમાં તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. જોકે આ પરિવારજનોનું કહેવુ છે કે અમારા પૂર્વજો હિન્દુ હોવાથી અમે હિન્દુ સરનેમ રાખી રહ્યા છીએ પરંતુ અમને કોઇએ ધર્મ બદલવા માટે નથી કહ્યું ના અમારો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો છે. શેખ અબ્દુલ્લા નામના વ્યક્તિએ નામની પાછળ દુબે ઉપનામ અપનાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે મારા પૂર્વજ હિંન્દુ હોવાથી મે તે જ નામ અપનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *