Sabarkantha News: ડોજબોલ એસોસિએશન ગુજરાતે ગત 15મી સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતીય ડોજબોલ ફેડરેશન હેઠળ હિંમતનગર ખાતે આયોજિત છોકરાઓ અને છોકરીઓ માટે પહેલી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. આ સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાના કુલ 15 છોકરાઓ અને 8 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો. બોયઝ કેટેગરીમાં અરવલી, અમદાવાદ સિટી અને વડોદરા સિટીએ ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.તો ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર અને છોટા ઉદેપુરે ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોઝબોલ એશોસિયેશન ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી હરવિંદર સિંઘ (રેફરી બોર્ડ ચેરમેન, ડીબીએજી) દ્વારા ટુર્નામેન્ટના પરિણામ પત્રક સહી અને મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માનનીય મહેમાન હિમાંશુ નિનામા (શિક્ષણ સમિતિ, સાબરકાંઠા), પાર્થ બી પરમાર (સામાજિક ન્યાય સમિતિ, સાબરકાંઠા), કિરણભાઈ માલેશિયા (મહામંત્રી, ગુજરાત સમાચાર), પિન્ટુ ભટ્ટ (ઉપપ્રમુખ ડીબીએજી) અને હાર્દિકભાઈ રાઠોડ (સ્પેશિયલ સેલ ખેલમહાકુંભ એસએજી) દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરેન્દ્રસિંહ ઝાલા (ધારાસભ્યશ્રી, હિંમતનગર) અને ભવરસિંહ ચૌહાણ (તાલુકા ભાજપ મહામંત્રી) એ સમાપન સમારોહ અને મેડલ સમારોહમાં હાજરી આપી હતી.