Gujarat Water Quality Report 2026: ગુજરાતનું પાટનગર ગાંધીનગર હાલ દૂષિત પાણીને કારણે ટાઇફોઇડની ચપેટમાં આવ્યું છે, ત્યારે બીજી તરફ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક ચોંકાવનારા રિપોર્ટે રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ‘ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન’ (Functionality Assessment of Household Tap Connections) રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં હજુ પણ અડધાથી વધુ વસ્તી શુદ્ધ પીવાલાયક પાણીથી વંચિત છે.
વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશમાં 30માં ક્રમે
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાતનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. દેશના રાજ્યોની યાદીમાં ગુજરાત 30માં ક્રમે ફેંકાયું છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યો પણ પાણીની ગુણવત્તા બાબતે ગુજરાત કરતા ચડિયાતા સાબિત થયા છે. ગુજરાતનો સરેરાશ વોટર ઈન્ડેક્સ માત્ર 63 ટકા નોંધાયો છે.
જિલ્લાવાર સ્થિતિ: દાહોદ-બનાસકાંઠામાં શૂન્ય ટકા શુદ્ધતા
રિપોર્ટના આંકડા મુજબ, રાજ્યના 33 જિલ્લાઓમાંથી 19 જિલ્લા એવા છે જ્યાં 50 ટકાથી પણ ઓછા ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચે છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે દાહોદ અને બનાસકાંઠામાં 0.0% ઘરોમાં પીવાલાયક પાણી પહોંચી રહ્યું છે. મેટ્રો સિટી અમદાવાદ અને પાટનગર ગાંધીનગરની સ્થિતિ પણ ચિંતાજનક છે.
મુખ્ય જિલ્લાઓમાં પીવાલાયક પાણીની સ્થિતિ (ટકાવારીમાં):




