Gujarat24  /  Gujarat  /  

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, 30થી 40ની સ્પીડે પવન ફૂંકાઈ શકે

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આજે અન્યત્ર જ્યાં હળવા વરસાદની સંભાવના છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. આગામી 10થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 જૂન સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના છે.