Salangpur Hanumanji Mandir: વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં આજે કારતક વદ ત્રીજને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આજે શનિવાર નિમિત્તે પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તથા કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી હનુમાનજીને વિશેષ વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને કેળાનો પણ અન્નકુટ ધરાવાયો છે.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ભક્તોએ કર્યા દર્શન
મહત્ત્વનું છે કે, આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન દાદાના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ પછી દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા અને સિંહાસને શણગાર
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકુટ પણ ધરાવ્યો છે. આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં આવશે. આ સાથે દાદાના પરિરસમાં આવેલી યજ્ઞ શાળામાં આજે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે.


