Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

અમદાવાદના નવાં નજરાણાની ડ્રોન તસવીર, જુઓ 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1.67 લાખથી વધુ વૃક્ષ-છોડ, ઓક્સિજન પાર્કમાં હશે આ સુવિધા

Ahmedabad Oxygen Park: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ એટલે કે, AMCએ સિંધુભવન રોડ પર પીપીપી ધોરણે 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવ્યો છે. 27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં વિવિધ જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં વૃક્ષો રોપાયાં છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ ઓક્સિજન પાર્કમાં વોકિંગ કરવા માટે આવતા લોકો માટે રનિંગ ટ્રેક બનાવાયો છે. જ્યારે યોગ માટેની જગ્યા, પેવેલિયન, બાળકો માટે રમત ગમતની વસ્તુઓ, ગઝીબો, તળાવ, બસ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ પાર્કમાં છે. અમિત શાહે આ પાર્કનું ઉદ્ઘાટન ઓગસ્ટ મહિનામાં કર્યું હતું.