Ahmedabad News: અમદાવાદમાં ACB દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેલવે ડિવિઝનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ અધિકારીએ કોન્ટ્રાક્ટરના રૂપિયા 10 લાખના બિલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર રેલવે ડિવિઝનના કોન્ટ્રાક્ટરના 10 લાખ રૂપિયાના કામના બિલોની મંજૂરી માટે, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયરે બિલના 5% લેખે રૂપિયા 65,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટર આ લાંચ આપવા માંગતો ન હતો અને તેણે તાત્કાલિક અમદાવાદ એસીબીનો સંપર્ક કરીને આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદના આધારે, અમદાવાદ ફિલ્ડ ત્રણના ઓફિસર એસ.એન. બારોટે એક ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન, રેલવે ડિવિઝનનો આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર લાંચની રકમ સ્વીકારતી વખતે રંગે હાથ પકડાઈ ગયો હતો.