Gujarat24

ઋતિક, ફરહાન અને અભયની ત્રિપુટી ફરી મચાવશે ધૂમ: ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સિક્વલની સ્ક્રિપ્ટ તૈયાર

Share On :

ZNMD 2 : બોલિવૂડના ચાહકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2011માં આવેલી અને મિત્રતાની નવી વ્યાખ્યા આપનારી સુપરહિટ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સિક્વલ બનવા જઈ રહી હોવાનું લગભગ નક્કી થઈ ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નિર્દેશક ઝોયા અખ્તરે આ સિક્વલની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ત્રણેય કલાકારો એકસાથે સમય ફાળવી ન શકે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવું મુશ્કેલ છે. રસપ્રદ વાત એ છે કે, એક તરફ ફરહાન અખ્તર આ સિક્વલનો હિસ્સો છે, તો બીજી તરફ તે પોતે જ આ જ થીમ પર આધારિત ફીમેલ વર્ઝન જેવી ફિલ્મ ‘જી લે ઝરા’ના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે.

આ સ્થિતિમાં, શું ‘જી લે ઝરા’ પહેલા આવશે કે ‘ZNMD 2’, તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં તો મેકર્સ આ ત્રણેય સ્ટાર્સના શિડ્યુલને સેટ કરવા માટે મથામણ કરી રહ્યા છે જેથી ચાહકોને ફરી એકવાર તે જૂની યાદો તાજી કરવાનો મોકો મળે.

મૂળ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી, જેમાં ત્રણ મિત્રો વર્ષો પછી રોડ ટ્રિપ પર નીકળે છે અને જીવનની નવી ફિલોસોફી શીખે છે. આ વાર્તા યુવાવર્ગમાં અત્યંત લોકપ્રિય બની હતી અને ત્યારથી જ ચાહકો સતત તેના બીજા ભાગની માંગ કરી રહ્યા હતા.