બપોરે ધરપકડ, સાંજે જેલમાં અને એક કલાકમાં જામીન,જાણો અલ્લુ અર્જુન પુષ્પા સ્ટાઈલમાં કેવી રીતે છૂટ્યો

Allu Arjun Bail: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તે જેલમાં ગયો અને થોડા સમય પછી તેને જામીન પણ મળી ગયા. મહત્ત્વનું છે કે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. અભિનેતાએ આ નિર્ણય સામે તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અલ્લુ અર્જુનને રાહત આપતા હાઈકોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. કપડાં પણ બદલવાની છૂટ નહોતી. બેડરૂમમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનની ધરપકડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે તેના ઘરેથી નીચે ઉતરીને પાર્કિંગમાં આવે છે. ત્યાં તેનો નોકર દોડતો આવે છે અને તેને ચા-પાણી આપે છે.

આ સમગ્ર મામલે હૈદરાબાદના સંધ્યા થિયેટર મેનેજમેન્ટનો એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અલ્લુ અર્જુનની પુષ્પા-2ના પ્રીમિયરના બે દિવસ પહેલાં પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. આમ છતાં પોલીસે વ્યવસ્થા કરા ન હતી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને સંધ્યા થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય સંહિતાની કલમ 105 (ગેરઈરાદે હત્યા) અને 118(1) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) હેઠળ એફઆઈઆર નોંધાવી છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.

નાસભાગમાં માર્યા ગયેલા મહિલાના પતિએ કહ્યું કે તે કેસ પાછો ખેંચવા તૈયાર છે. પીડિતાએ કહ્યું, તેને ખબર ન હતી કે આવું કંઈક થશે. અમે અભિનેતા પાસેથી કેસ પાછો ખેંચવા તૈયાર છીએ.” તમને જણાવી દઈએ કે મહિલાના મૃત્યુની જાણકારી મળ્યા બાદ એક્ટર અલ્લુ અર્જુને પણ શોક વ્યક્ત કર્યો હતો. તે પીડિત પરિવારને પણ મળ્યો હતો અને 25 લાખ રૂપિયાની મદદનું વચન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *