Gujarat24  /  Entertainment  /  

વોર-2ના ટિઝરમાં કિયારાના બિકિની સીનને જોઈ રામગોપાલ વર્માએ કરી અભદ્ર કોમેન્ટ, લોકોએ રિપ્લાય કરી ભાન કરાવ્યું, પોસ્ટ ડિલિટ કરી

એનટીઆર જુનિયરના જન્મદિવસનો મોકો જોઈવોર રના નિર્માતાઓએ બહુપ્રતીક્ષીત ટીઝરમાં લોન્ચ કર્યું હતું. પણ હૃતિક કે જુનિયર એનટીઆર બાજુ પર રહ્યા અને ટીઝરમાં થોડી ક્ષણો માટે બિકિનીમાં દેખાયેલી ક્રિયારા અડવાણી ઓનલાઈન હિટ થઈ ગઈ હતી. તેમાં પણ રામ ગોપાલ વર્માએ તેના વિશે અણછાજતી કોમેન્ટ કરતાં લોકો તેની પર તુટી પડ્યા હતા. જેના કારણે રામ ગોપાલ વર્માએ તેની પોસ્ટ ડિલિટ કરી નાંખી હતી.

સોશ્યલ મિડિયા યુઝર્સે રામ ગોપાલ વર્મા પર જાત જાતની કોમેન્ટ કરી હતી. કેટલાકે લખ્યું હતું કે રામગોપાલ વર્મા હિરોઈનને ઉપભોગની ચીજ ગણી રહ્યો છે. તો બીજાએ ઠરકી બુઢ્ઢા એવી કોમેન્ટ પણ કરી હતી. બીજી તરફ કિયારાએ પણ પહેલી YRFની ફિલ્મમાં બિકિની સીન કર્યો છે. મહત્ત્વનું છે કે, 2019માં આવેલી હીટ ફિલ્મ ‘વોર’ની સિક્વલ આગામી 15મી ઓગસ્ટે રિલીઝ થવાની છે. YRFના સ્પાય યુનિવર્સમાં કિયારા અડવાણીની એન્ટ્રી આ ફિલ્મથી થઈ રહી છે.