Gujarat24  /  Entertainment  /  

ઋતિક રોશન અને જુનિયર NTR જોવા મળશે ફિલ્મ વૉર 2માં, ટીઝરમાં ગણતરીની સેકન્ડના સીનમાં જોવા મળ્યો કિયારાનો કિલર લૂક

યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ વોર 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જબરદસ્ત અને એક્શનથી ભરપૂર દ્રશ્યો જોઈને ફેન્સ એક્સાઈટેડ થઈ રહ્યા છે. ઋતિક રોશન અભિનીત ફિલ્મ વોરના બીજા ભાગમાં, તેનો સામનો સાઉથના સ્ટાર જુનિયર એનટીઆર સાથે થવાનો છે.

આ ટીઝર જુનિયર એનટીઆરના ફેન્સ માટે નિર્માતાઓ તરફથી ભેટ છે. કારણ કે તેનો આજે 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઋતિકે જાહેરાત કરી હતી કે 20 મેના રોજ વોર 2 અંગે એક ખાસ જાહેરાત કરવામાં આવશે.

ટીઝરની શરૂઆત જુનિયર એનટીઆરના એક ડાયલોગથી થાય છે. પહેલા જ સીનથી સ્પષ્ટ થઈ જાય છે કે તેને કબીર સામે જૂની દુશમની છે. જેના કારણે તે બદલો લેવા માટે તૈયાર છે. આ 1 મિનિટ 34 સેકન્ડના ટીઝરમાં, ઋતિક અને જુનિયર એનટીઆરને આગ, પાણી અને બરફમાં લડતા બતાવ્યામાં આવ્યા છે. બંને કલાકારોનો લુક ખૂબ જ જોરદાર છે, બંને પોતાની સ્ટાઇલથી ફેન્સના દિલ અને મન જીતવાની તૈયારી કરી રહ્યા છે. કિયારા પણ ફિલ્મમાં ગ્લેમર લૂકમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ટીઝરમાં તે ઋત્વિક સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત વોર 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત, તે તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થશે.