પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકા પાદુકોણની પણ એન્ટ્રી, મેટર્નિટી લીવ પછી ફિલ્મોની લાઈન, એક્ટ્રેસ 2026 સુધી વ્યસ્ત થઈ ગઈ

Deepika Padukone New Film: દીપિકા પાદુકોણ પુત્રીના જન્મ પછી બ્રેક પર હતી પરંતુ તે એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. તેણે શાહરૂખ ખાન સાથેની કિંગ સાઈન કરી છે. હવે અપડેટ છે કે તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટમાં પ્રભાસ સાથે જોડી જમાવવાની છે. એનિમલ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી ફિલ્મ હશે.

આ સમાચાર પણ વાંચોઃ Unseasonal rains: ઉત્તર ભારતમાં ભારે ગરમી વચ્ચે આભ ફાટ્યું, મુશધાર વરસાદ વરસ્યો, ત્રણ રાજ્યમાં 10 લોકોનાં મોત

આ સાથે દીપિકાએ 2026ના અંત સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી લીધી છે. કિંગ અને સ્પિરિટ ઉપરાંત તે એક વધુ મેગા બજેટ ફિલ્મ માટે વાતચીત કરી રહી છે. જોકે તેણે એ ફિલ્મ હજી સુધી સાઈન કરી નથી.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું શૂટિંગ 2024ના અંતમાં શરૂ કરવાની યોજના હોવાથી દીપિકાએ આ ઓફર સ્વીકારી નહોતી. પરંતુ ફિલ્મના શેડયુલમાં ફેરફાર થવાથી ફરી ફિલ્મ સર્જકે દીપિકાનો સંપર્ક કર્યો હતો અને તે સહમત પણ થઇ ગઈ છે.

વધુમાં જણાવ્યું હતુ કે, દીપિકા આ ફિલ્મનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે. ફિલ્મમાં મહિલાના પાત્રને વિશેષ રીતે લખવામાં આવ્યું છે. અભિનેત્રીને પોતાનું પાત્ર પસંદ પડયું છે. તે સંદીપ રેડ્ડી વાંગા સાથે કારકિર્દીમાં પ્રથમ વખત કામ કરવા ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *