
Ahmedabad Crime News: ચાંગોદર પોલીસે 5 મહિને હત્યાનો ભેદ ઉકેલ્યો, પૈસાની લાલચમાં મિત્રની હત્યા કરનારા 2 આરોપી ભરુચથી ઝડપાયા
Ahmedabad News: ચાંગોદર પોલીસે આખરે પાંચ મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગત 16 માર્ચના રોજ રેલવે ટ્રેક નજીક એક નાળામાંથી સંપૂર્ણપણે વિકૃત હાલતમાં માનવ કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા પરથી ઝિપટાઈ મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. બે દિવસ બાદ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ…