Gujarat24

કેળું કાપ્યા પછી કેટલી મિનિટમાં ખાઈ લેવું જોઈએ? શું તમે પણ કાળું પડી ગયેલું કેળું ખાઓ છો? જાણો સત્ય

Share On :

Healthy Eating

Banana Benefits: ફળો સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તેને ખાવાની રીત અને સમય પણ તેટલા જ મહત્વના છે. કેળું (Banana) એક એવું ફળ છે જેમાં ભરપૂર ફાઈબર (Fiber) અને વિટામિન્સ (Vitamins) રહેલા હોય છે, જે શરીરના એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જોકે, ઘણીવાર આપણે ફળો કાપીને રાખી મૂકીએ છીએ અને પછી ખાવાનું ભૂલી જઈએ છીએ. ખાસ કરીને કાપેલું કેળું ખૂબ જ ઝડપથી કાળું પડી જતું હોય છે, જેના વિશે સાવચેતી રાખવી જરૂરી છે.

ઓક્સિડેશનની પ્રક્રિયા અને સમય
કેળું એક એવું ફળ છે જે હવાના સંપર્કમાં આવતાની સાથે જ ‘ઓક્સિડાઈઝ’ (Oxidize) થવા લાગે છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે કાપ્યાની ગણતરીની મિનિટોમાં જ તેનો રંગ બદલાઈને કાળો થવા લાગે છે અને તે નરમ પડી જાય છે. નિષ્ણાતોના મતે, કેળું કાપીને ખાવા કરતાં તેને છોલીને તરત જ ખાઈ લેવું શ્રેષ્ઠ છે. જો તમે તેને કાપીને લાંબો સમય ખુલ્લું રાખો છો, તો તેના પોષક તત્વોમાં ઘટાડો થઈ શકે છે.

શું કાળું પડી ગયેલું કેળું ખરાબ હોય છે?
અહીં બે બાબતો સમજવી જરૂરી છે. જો તમે કેળું કાપીને રાખ્યું હોય અને તે કાળું પડી ગયું હોય, તો તેને ન ખાવું જોઈએ, કારણ કે તેનો સ્વાદ અને ગુણવત્તા બગડી જાય છે. પરંતુ, જો આખું કેળું છાલ સાથે જ બહારથી કાળું દેખાતું હોય અથવા તેના પર કાળા ડાઘ હોય, તો તે ખરાબ નથી. છાલ પરના કાળા ડાઘ દર્શાવે છે કે કેળું વધુ પાકી ગયું છે. આવા પાકા કેળામાં ‘ટીએનએફ’ (TNF – Tumor Necrosis Factor) અને એન્ટીઓક્સિડન્ટ્સ (Antioxidants) નું પ્રમાણ વધુ હોય છે, જે પેટ માટે ફાયદાકારક સાબિત થાય છે.

સાવચેતીના પગલાં
ગરમીના દિવસોમાં કાપેલા ફળો લાંબો સમય રાખવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ફળોનો સ્વાદ અને તાજગી જળવાઈ રહે તે માટે તેને કાપ્યા પછી તરત જ આરોગી લેવા જોઈએ.