Gujarat24

સૌરાષ્ટ્ર FMCG પ્રીમિયર લીગ: ગોકુલ સ્નેક્સને હરાવી ‘ગોપાલ સ્નેક્સ’ની ટીમ બની ચેમ્પિયન

Share On :

રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી ગોપાલ સ્નેક્સ લિમિટેડની ટીમ, રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર FMCG પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

ગોપાલ સ્નેક્સે ફાઇનલ મેચમાં ગોકુલ સ્નેક્સને હરાવીને ટ્રોફી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા, ગોકુલ સ્નેક્સ 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગોપાલ સ્નેક્સે માત્ર પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને રન બનાવી લીધા હતા અને આઠ વિકેટથી સરળ રીતે વિજય મેળવ્યો હતો. ગોપાલ સ્નેક્સના લોજિસ્ટિક્સ વિભાગના ઇલ્યાસ દલને તેમના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બંને જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં 4 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં છ અન્ય અગ્રણી FMCG કંપનીઓ ફનવેવ ફૂડ્સ, બાલાજી વેફર, ચિલફિલ ફૂડ્સ, ઈવિટા ફૂડ્સ, પ્રતાપ સ્નેક્સ અને હલ્દીરામે પણ ભાગ લીધો હતો. લીગ સ્ટેજ માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી, જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી.

પ્રથમ સેમિફાઇનલમાં, ગોપાલ સ્નેક્સે એવિટા ફૂડ્સ પર 71 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો, જ્યારે બીજી સેમિફાઇનલમાં ગોકુલ સ્નેક્સની ટીમે, હલ્દીરામને 18 રનથી હરાવી હતી.

ગોપાલ સ્નેક્સના સીઈઓ રાજ હદવાણી એ જણાવ્યું હતું કે, “હું ટુર્નામેન્ટ દરમિયાન, બધી ટીમોને અને ખાસ કરીને વિજેતા ટીમને તેમના ઉત્સાહી પ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. રમતગમતથી ફિટનેસને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે શિસ્ત, એકતા અને ખેલદિલીની ભાવના પણ કેળવાય છે.”