Ahmedabad Vehicle Sales Skyrocket: ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ ફરી એકવાર વાહનોના વેચાણમાં મોખરે રહ્યું છે. વર્ષ 2025ના અંતિમ મહિને એટલે કે ડિસેમ્બરમાં અમદાવાદ જિલ્લામાં વાહનોની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, અમદાવાદમાં કાર અને ટુ-વ્હીલર બંને સેગમેન્ટમાં પોઝિટિવ ગ્રોથ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લાની સ્થિતિ: કારના વેચાણમાં તેજી
ડિસેમ્બર 2025 દરમિયાન માત્ર અમદાવાદ જિલ્લામાંથી જ કુલ 7,456 કારનું વેચાણ થયું છે. આ આંકડાનું વિશ્લેષણ કરતા જણાય છે કે જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 240 કાર વેચાઈ રહી છે. વર્ષ 2024ના ડિસેમ્બરમાં આ આંકડો 7,080 હતો, જેની સરખામણીએ આ વર્ષે 5.31% નો વધારો થયો છે.
બીજી તરફ, ટુ-વ્હીલર સેગમેન્ટમાં તો રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025માં 17,780 ટુ-વ્હીલર વેચાયા છે, જે ગત વર્ષના 12,967ની સરખામણીએ 37.12% નો તોતિંગ વધારો દર્શાવે છે.
સમગ્ર ગુજરાતમાં વાહનોના વેચાણની વિગતો
રાજ્ય સ્તરે વાત કરીએ તો, ડિસેમ્બર 2025માં ગુજરાતમાં કુલ 1.69 લાખ વાહનોનું વેચાણ થયું છે, જે ગત વર્ષે 1.50 લાખ હતું. જોકે, ટ્રકના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં વાહન વેચાણના તુલનાત્મક આંકડા:




