Ambani family spiritual visit : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની તા.7-01-2026ને બુધવારના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પત્નીના માતા અને સાળીએ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન-પૂજનકરી દાદાના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેઓએ દાદાની દિવ્ય પૂજન વિધિનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.દાદાને ધજા ચઢાવી હતી. ત્યારબાદ ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કર્યા હતા.
મુલાકાત દરમિયાન મંદિર તરફથી પૂર્ણિમાબેન દલાલ તથા મમતાબેન દલાલનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને ફુલ-હાર પહેરાવી, ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા. દર્શનાર્થીઓમાં પણ અંબાણી પરિવારના સભ્યોની સાદગી જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાળંગપુર હનુમાનજી મંદિર તેના આધ્યાત્મિક વાતાવરણ અને ભવ્ય ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા માટે વિશ્વભરમાં જાણીતું છે. અંબાણી પરિવારની આ મુલાકાત તેમની સનાતન પરંપરા અને દેવસ્થાનો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રતીત કરે છે.



