Gujarat24  /  World  /  

Republic Of Balochistan: બલોચ નેતાઓએ એલાન કરી કહ્યું- બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી, અમને પાકિસ્તાની કહેવાનું બંધ કરો

Balochistan News: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને પગલે હવે પાકીના કબજાવાળા પીઓકેમાં આઝાદીની ચળવળ વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાકિસ્તાન સામેની આ લડાઈમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમને કબજામાંથી મૂક્ત ના કર્યા તો 1971માં જેવા હાલ થયા હતા તેનો સામનો કરવો પડશે.

બલુચિસ્તાનના ટોચના નેતા મીર યાર બલે એક્સટિવટર પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી સાથે જ તેમણે ભાવુક પલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે મરશો પણ અમે ઘરોની બહાર નીકળીશું, કેમકે અમે આ પેઢીને બચાવવા માટે નીકળ્યા છીએ. આઓ અમારો સાથ આપશે. પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનમાં નાગરિકો રસ્તા પર ઉતરી ગયા છે અને હવે નવો નિર્ણય લીધો છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી. વિશ્વ હવે મૂકદર્શક બનીને ના રહી શકે.

બલુચિસ્તાનના નેતાએ વધુમાં ભારતીય લોકોને અપીલ કરતા કહ્યું હતું કે અમને પાકિસ્તાનના લોકો ના કહેશો, ભારતીય લોકોને અપીલ કરતા કહ્યું હતું કે અમને પાકિસ્તાનના લોકો ના કહેશો, અમે બલુચિસ્તાની છીએ, પાકિસ્તાને નથી. એવા લોકો પાકિસ્તાની છે કે જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, બળજબરીથી ગાયબ કરી દેવાનો કે નરસંહારનો સામનો નથી કર્યો.