Gujarat24  /  Tech  /  

Xiaomi 14T સિરીઝના સ્માર્ટફોન આગામી આ તારીખે થશે લોન્ચ, iPhoneને ટક્કર આપે એવો હશે કેમેરો

Xiaomi 14t Series Release Date: ચીનની કંપની Xiaomiએ Xiaomi 14T સિરીઝની વૈશ્વિક લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. Xiaomi કહ્યું છે કે Xiaomi 14T અને Xiaomi 14T Pro આગામી 26 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાશે. રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝનું ફોકસ યુઝર્સને પ્રીમિયમ કેમેરા ફીચર્સ આપવા પર રહેશે. કંપની મિડ-પ્રીમિયમ રેન્જમાં Xiaomi 14T સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. એવું પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, Xiaomi 14T સિરીઝમાં Leicaની બ્રાન્ડિંગ સાથે કેમેરા હશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મહત્ત્વનું છે કે, Xiaomi 14T અને Xiaomi 14T Pro સ્માર્ટફોનના તમામ રેન્ડર ઓનલાઈન લીક થઈ ગયા છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં Xiaomiના નવા ફોન અલગ-અલગ રંગોમાં બતાવવામાં આવ્યા છે.

એવું માનવામાં આવે છે કે, Xiaomi 14T અને Xiaomi 14T Proમાં સ્ક્વેર કેમેરા મોડ્યુલ હશે. તેમાં કોકાકોલા બ્રાન્ડિંગ હશે. આ બંને ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં પેરિસ્કોપ કેમેરા નહીં હોય અને બંને ફોનમાં ફ્લેટ-એજ ડિઝાઇન હશે.

અગાઉ, Xiaomi 14T Pro બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ ગીકબેંચ પર જોવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, Xiaomi આ સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલના પ્રાયમરી સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપશે. Xiaomi 14T Proમાં Redmi K70 Ultra જેવા જ ફીચર્સ હોઈ શકે છે, જે આગામી મહિને ચીનમાં પણ લોન્ચ થવાની સંભાવના છે.

Xiaomi 14T સિરીઝના ફીચર્સ

  • Xiaomi 14T સિરીઝમાં, 6.67 ઇંચની ડિસ્પ્લે મળશે. જેમાં AMOLED પેનલ હશે. ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ સાથે હશે.
  • સિરીઝના બંને સ્માર્ટફોન 4000 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરશે.
  • આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8300-Ultra પ્રોસેસર મળશે.
  • સિરીઝના પ્રો મોડેલ MediaTek Dimensity 9300-Ultra પ્રોસેસર હોઈ શકે છે.
  • બંને સ્માર્ટફોનમાં 12GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ હોઈ શકે છે.
  • Xiaomi 14T સિરીઝમાં 50+50+12 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ હશે.
  • સેલ્ફી માટે સિરીઝમાં 32 મેગાપિક્સલનો કેમેરો હશે.
  • Xiaomi 14T સિરીઝમાં ગ્રે, બ્લુ, બ્લેક અને ગ્રીન એમ ચાર કલરનો ઓપ્શન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *