Gujarat24  /  Sports  /  

આરસીબીએ મંજૂરી વગર યોજી વિજય પરેડ, સ્ટેડિયમમાં પણ ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત બેંગલુરુ ભાગદોડ પર નવા ખુલાસા!

આરસીબીએ પોલીસની પરવાનગી વિના વિજય પરેડ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મફત પ્રવેશ પાસની જાહેરાત કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.અહેવાલ મુજબ આરસીબી મેનેજમેન્ટે આઈપીએલ ૨૦૨૫ ની ફાઇનલ પહેલા ૩ જૂને બેંગલુરુ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ માટે મંજૂરી માંગી હતી. સૂત્રોએ જણાવ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેનેજમેન્ટે પોલીસની મંજૂરી મેળવ્યા પહેલા જ એક્સ પર પોસ્ટ દ્વારા તેમની વિજય પરેડની જાણકારી સાર્વજનિક કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી જેમાં 11 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. બેંગલુરુ પોલીસે આરસીબીને માહિતી આપી હતી કે તેમની તરફથી વિજય પરેડ માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આરસીબી મેનેજમેન્ટને કહ્યું હતું કે તે તેને મુલતવી રાખે અને 4 જૂને વિજય પરેડ ન યોજે.જો કે, 4 જૂને આરસીબીના ઓફિશિયલ હેન્ડલે પોલીસ સાથે ચર્ચા કર્યા વિના સમય અને સ્થળ સાથે વિજય પરેડ વિશે ટ્વીટ કર્યું હતું.