Aaj Nu Rashifal, October 7, 2024
મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 7 ઓક્ટોબર સોમવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ સવારે 08:02થી 09:30 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પાંચમા નોરતાનો દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે ભાગ્યનો સાથ મળતો જણાય, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું સાથે જ નવી તકનું નિર્માણ સંભવ.
વૃષભ (Taurus)
કોઈનાથી નવા કાર્ય કરવા પ્રેરીત થવાય, કાર્યક્ષેત્રના પ્રશ્નો હલ થતા જણાય તથા જમીન રોકાણમાં લાભદાયી જણાય.
મિથુન (Gemini)
ઉતાવળે આંબા ના પાકે તે યાદ રાખવું, નાણાં કમાવવાની તકો જણાય અને સામાજિક કાર્યોમાં યશ-કીર્તિ મળતી જણાય.
કર્ક (Cancer)
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ પારિવારિક મતભેદ ટાળવા.
સિંહ (Leo)
અંગત સંબંધોમાં સામાન્ય તણાવ જોવા મળે, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય તથા કાર્યક્ષેત્રનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે.
કન્યા (Virgo)
સાવધાન રહી આર્થિક વ્યવહાર કરવો, સામાજિક કાર્યોમાં સાનુકુળ તક જણાય અને આવકનું પ્રમાણ વધતું જણાય.
તુલા (Libra)
લક્ષ પ્રાપ્તિ સરળ બનતી જણાય, આર્થિક ક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું અને ધર્મકાર્ય સંભવ બને.
વૃશ્રિક (Scorpio)
સંપત્તિ લેવાની આશા પૂર્ણ થતી જણાય, ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય અને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
ધન (Sagittarius)
વ્યક્તિગત કાર્યમાં ફોડ પાડી આગળ વધવું, નવા સાહસો વિચારીને કરવા તથા મહત્વના કાર્ય આગળ વધે.
મકર (Capricorn)
પારિવારિક નિર્ણય વિચારીને કરવો, આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ જણાય તથા દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ જણાય.
કુંભ (Aquarius)
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, સમયનો સદ્ ઉપયોગ કરવો હિતાવહ અને માનસિક શાંતિ જળવાઈ રહે.
મીન (Pisces)
મહત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ, કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.